Milind Deora: લોકસભા ચૂંટણી પહેલા મહરાષ્ટ્રમાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો.. આ દિગ્ગજ નેતાએ આપ્યુ રાજીનામું.. ચર્ચાનું બજાર ગરમ.

Milind Deora Before the Lok Sabha elections, Congress got a big blow in Maharashtra.. Milind Deora resigned..

News Continuous Bureau | Mumbai 

Milind Deora: લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ ( Congress ) નેતા મિલિંદ દેવરાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.તેણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ આજે જ એકનાથ શિંદેની ( Eknath Shinde ) શિવસેનામાં ( Shiv Sena ) જોડાશે. તેમ જ મુખ્યમંત્રી શિંદે તેમને પાર્ટીનું સભ્યપદ પણ આપશે. 

આજે સવારે તેમણે સત્તાવાર પોસ્ટમાં આ વાતની પુષ્ટી કરી હતી જેમાં કહ્યું હતું કે, “આજે મારી રાજકીય સફરના એક મહત્વપૂર્ણ અધ્યાયનો અંત છે. મેં કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ( Resignation ) આપ્યું છે. તે પાર્ટી સાથે મારા પરિવારના 55 વર્ષના જોડાણને પણ સમાપ્ત કરુ છું. હું તમામ નેતાઓ, સહકાર્યકરો અને કાર્યકરોનો વર્ષોથી તેમના અતૂટ સમર્થન માટે આભારી છું”, મિલિંદ દેવરાએ ટ્વિટ કર્યું હતું.

મિલિંદ દેવરાએ 2004 અને 2009માં મુંબઈની દક્ષિણ બેઠક પરથી જીત મેળવી હતી…

પ્રાપ્ત માહિતી મુજબ, મિલિંદ દેવરા 2024ની લોકસભા ચૂંટણીમાં ( Lok Sabha Elections )  મુંબઈ દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના ( UBT ) પણ આ બેઠક પર દાવો કરી રહી છે. કોંગ્રેસ પણ આ સીટ ઠાકરે જૂથને આપવા માટે રાજી થઈ ગઈ છે. આ વાતથી દેવરા ખૂબ ગુસ્સે થયા હતા. તેથી હવે તેઓ શિંદે જૂથમાં જોડાવા જઈ રહ્યા છે. એવા પણ સમાચાર છે કે તેમને આ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Uddhav Thackeray on Ram Mandir: રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વચ્ચે શિવસેનાના યુબીટીએ રાષ્ટ્રપતિ મુર્મુને 22 જાન્યુઆરીએ નાશિકના આ મંદિરમાં પૂજા માટે પાઠવ્યું આમંત્રણ..

ઉલ્લેખનીય છે કે દેવરાએ દક્ષિણ મુંબઈ મતવિસ્તારના આ સીટનું પ્રતિનિધિત્વ 2014 પહેલા દેવરા કરતા હતા. અગાઉ દેવરાએ કહ્યું હતું કે સીટ વહેંચણી પર ઔપચારિક વાટાઘાટો હજુ પૂર્ણ થઈ નથી, તેથી કોઈએ દાવો કરવો જોઈએ નહીં. શિવસેના (UBT) મહા વિકાસ અઘાડી ( MVA ) માં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ) ની ગઠબંધન ભાગીદાર છે. નોંધનીય છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુરલી દેવરાના પુત્ર મિલિંદ દેવરાએ 2004 અને 2009માં મુંબઈ આ દક્ષિણ બેઠક પરથી જીત મેળવી હતી.

તેથી મિલિંદ દેવરાની નજર દક્ષિણ-મુંબઈ મતવિસ્તાર પર છે. જો કે, છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં તેમને અહીં ભારે હારનો સામનો કરવો પડ્યો હતો. 2014 અને 2019માં શિવસેનાના અરવિંદ સાવંત અહીંથી જંગી મતોથી જીત્યા હતા.