Site icon

મહારાષ્ટ્રમાં આ તારીખથી ફરી તાપમાનનો પારો નીચો જશે, મુંબઈગરા પણ ઠંડીમાં ઠુંઠવાશે.. જાણો શું છે હવામાન વિભાગનો વર્તારો

Minimum temperature may drop to single digit next week in Maharashtra

મુંબઈગરાની સવાર ઠંડા-ઠંડા, કૂલ-કૂલ.. શહેરમાં નાસિક, પૂણે કરતાં પણ વધારે ઠંડી.. નોંધાયું આટલું તાપમાન..

News Continuous Bureau | Mumbai

કડકડતી ઠંડી પડી રહી છે. આખો દિવસ વાતાવરણમાં ઠંડી રહેતી હોવાથી લોકોને ગરમ વસ્ત્રો પહેરવા પડી રહ્યા છે. તો રાત્રીના બજારોમાં ઠેરઠેર લોકો તાપણાનો સહારો લેતા પણ જોવા મળી રહ્યાં છે. દરમિયાન રાજ્યમાં 9 જાન્યુઆરી પછી તાપમાનમાં ફરીથી ઘટાડો થવાની સંભાવના છે. તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. વિદર્ભના કેટલાક જિલ્લાઓ ઠંડીની લહેર અનુભવી શકે છે, જ્યારે આગામી સપ્તાહે મુંબઈમાં તાપમાનમાં ભારે ઘટાડો થવાની ધારણા છે.

Join Our WhatsApp Community

વિદર્ભ, ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠવાડામાં સિંગલ ડિજિટ તાપમાનની શક્યતા

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 જાન્યુઆરી પછી ઉત્તર મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. આગામી બે દિવસ સુધી વિદર્ભના કેટલાક જિલ્લાઓમાં શીત લહેર જોવા મળશે. આજે અને આવતીકાલે નાગપુર, વર્ધા, ભંડારા, ગોંદિયા અને અમરાવતી જિલ્લામાં વાવાઝોડાની સંભાવના છે. ગોંદિયામાં ચાર દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આજે ગોંદિયા જિલ્લામાં તાપમાનનો પારો 7 ડિગ્રીએ પહોંચી ગયો છે અને સૌથી ઓછું તાપમાન વિદર્ભમાં નોંધાયું છે. ઉત્તર મહારાષ્ટ્રમાં નાસિક, ધુલે, જલગાંવ, નંદુરબાર અને મરાઠવાડાના ઔરંગાબાદ તેમજ જાલનામાં 9 જાન્યુઆરી પછી સિંગલ ડિજિટ તાપમાનનો અનુભવ થવાની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : લોકલ યાત્રી કૃપયા ધ્યાન દે.. પશ્ચિમ રેલવેના આ સ્ટેશનો વચ્ચે રવિવારે પાંચ કલાકનો જમ્બો બ્લોક.. ટ્રેનોને થશે અસર..

મુંબઈગરાઓ પણ ઠંડીમાં ઠુંઠવાશે

મુંબઈગરાઓ હાલમાં કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. પરંતુ આગામી સપ્તાહે 13 થી 14 જાન્યુઆરી વચ્ચે મુંબઈમાં તાપમાનમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે. મુંબઈનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની આશંકા છે.

Mustafizur Rahman IPL Exit: મુસ્તફિઝુર રહેમાનની IPL માંથી હકાલપટ્ટી, BCCI ના ઉચ્ચ સ્તરે લેવાયો મોટો નિર્ણય, ગવર્નિંગ કાઉન્સિલને પણ અંધારામાં રખાઈ!
Devendra Fadnavis: શું મહાયુતિમાં બધું બરાબર નથી? અજિત પવારના નિવેદન પર દેવેન્દ્ર ફડણવીસની લાલ આંખ; આપ્યો અત્યાર સુધીનો સૌથી આકરો વળતો જવાબ
Santosh Dhuri: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત: સંતોષ ધુરી મનસેને કહેશે ‘જય મહારાષ્ટ્ર’? ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ઠાકરેની ચિંતા વધી
Yavatmal: જન્મ-મરણના દાખલાનું મહાકૌભાંડ: આખું ગામ ૧૩૦૦નું અને સર્ટિફિકેટ ૨૭,૦૦૦ ફાટ્યા! બિહારના ૨૦ વર્ષીય યુવકે સિસ્ટમ સાથે કરી રમત
Exit mobile version