News Continuous Bureau | Mumbai
Mangal Prabhat Lodha: દેશનાં દરેક યુવાનને રોજગાર મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪ કલાક કામ કરી રહ્યા હોવાથી દેશની યુવાપેઢીનું હિત થશે જેના કારણે આપોઆપ દેશનું હિત થશે એમ મહારાષ્ટ્રનાં કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ આજે રોજગારલક્ષી અભ્યાસક્રમોની માહિતી આપતા પુસ્તકનાં વિમોચન પ્રસંગે જણાવ્યું હતું.
કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મહારાષ્ટ્રના યુવાનોને ( Maharashtra youth ) રોજગારલક્ષી અભ્યાસક્રમો વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપતું પુસ્તક “કેરિયર ચી નવી દિશા” ( Career Chi Navi Disha ) ચોક્કસપણે ઉપયોગી થશે. શ્રી લોઢા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ( BMC ) ખાતે “કેરિયર ચી નવી દિશા” પુસ્તકના વિમોચન ( Book release ) પ્રસંગે બોલી રહ્યા હતા.
તેમણે ઉમેર્યુ હતું કે “રાજ્યના યુવાનોને રોજગારી ( Employment ) અને સ્વરોજગાર મળી રહે તે માટે રાજ્યનું કૌશલ્ય વિકાસ, સ્વરોજગાર, ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય અવિરત પ્રયાસો કરી રહ્યું છે. વિવિધ પ્રવૃતિઓ અમલમાં આવી રહી છે. મુખ્યમંત્રી યુવા કાર્ય તાલીમ સ્કીલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અને મુખ્યમંત્રી જન કલ્યાણ સેલ દ્વારા તાજેતરમાં આ યોજના શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં દરેકને કામ મળે તે માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: Reliance Jewels: રિલાયન્સ જ્વેલ્સએ તેના 17મા વર્ષની યાદમાં આ કેમ્પેઇન હેઠળ આભાર કલેક્શન અનાવરણ કર્યું.
મંત્રી શ્રી લોઢાએ પુસ્તકના લેખક શ્રી દેવેન્દ્ર ભુજબલ, નિવૃત્ત માહિતી નિયામક, મહારાષ્ટ્ર સરકારને આ પુસ્તક માટે અભિનંદન આપ્યા હતા, જે ખૂબ જ ખંતથી અને ખૂબ અભ્યાસ સાથે તૈયાર કરવામાં આવ્યું છે.
આ પુસ્તકમાં ભારત સરકાર, મહારાષ્ટ્ર સરકાર અને અન્ય રાજ્ય સરકારોના લગભગ ૭૦૦ અભ્યાસક્રમોની માહિતી છે. આ પુસ્તક યુવાનોને તેમની રોજગારની રૂચિ જાણ્યા પછી તેમની કારકિર્દી પસંદ કરવામાં ચોક્કસપણે મદદ કરશે. જો નવી પેઢી તેમની રુચિ મુજબ કારકિર્દી પસંદ કરે તો યુવાનો થાક, કંટાળો કે તણાવ અનુભવ્યા વિના ખુશીથી જીવન પસાર કરી શકશે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.