રાજધાની નવી દિલ્હીના કસ્તુરબા ગાંધી માર્ગ પર સ્થિત મહારાષ્ટ્ર સદનમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી.
ઘટનાની જાણ થતા તાત્કાલિક ચાર ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી.
નવા મહારાષ્ટ્ર સદનના અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે આગ પહેલા માળ પરના ગવર્નર સ્યુટમાં લાગી હતી અને 15 મિનિટમાં તેને કાબૂમાં લેવામાં આવી હતી.
અધિકારીઓને આશંકા છે કે આગ 'એર કન્ડીશનીંગ સિસ્ટમ'માં શોર્ટ સર્કિટ થવાને ને કારણે લાગી હોય.
જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
મુંબઈમાં કોરોના આટોપી જવાની દિશામાં, સતત ત્રીજા દિવસે આટલા ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
