Site icon

લ્યો કરો વાત- આ રાજ્ય ના સીએમની પુત્રીએ ક્લિનિકમાં ઘૂસી ડોક્ટરને માર્યો જોરદાર મુક્કો

News Continuous Bureau | Mumbai

મિઝોરમના(Mizoram) મુખ્યમંત્રી જાેરમથાંગાના(CM zoramthanga) પુત્રીનો એક ડોક્ટર સાથે ગેરવર્તણૂંક(Misbehavior) કરવાનો અને તેમના પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવીમાં(CCTV) કેદ થઈ અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર ઝડપથી(Viral Video) વાયરલ થઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

મુખ્યમંત્રીની પુત્રીના આ દુર્વ્યવહાર વિરુદ્ધ આઈ.એમ.એ(IMA) પ્રદર્શન કર્યું. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની(Indian Medical Association) મિઝોરમ બ્રાન્ચે(Mizoram Branch) પોતાની જ ક્લિનિકમાં તેમના સાથે ડોક્ટર સાથે IMA Black Badge પહેરીને  હુમલાનો વિરોધ કર્યો. અત્રે જણાવવાનું કે આ મામલો ૧૭ ઓગસ્ટનો છે. વીડિયો વાયરલ થયા બાદ મામલાએ તૂલ પકડી લીધું છે. ડોક્ટરોએ ખુબ નારાજગી વ્યક્ત કરી છે.  

સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યુ છે કે એક મહિલા પ્રાઇવેટ ક્લિનિકમાં(women's private clinic) ડ્યુટી દરમિયાન ડોક્ટર પર હુમલો(Assault on Doctor) કરે છે. મહિલાની ઓળખ મિલારી છંગટે તરીકે થઈ છે. જે મિઝોરમના હાલના મુખ્યમંત્રી જાેરમથાંગાની પુત્રી છે. સીએમની પુત્રીએ જે ડોક્ટર પર હુમલો કર્યો છે તેમનું નામ ડો.જોનુના(Dr. zonuna) છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની( Indian Medical Association) મિઝોરમ બ્રાન્ચે ડોક્ટર પર ક્લિનિકમાં થયેલા હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે મિઝોરમ પ્રોટેક્શન ઓફ મેડિકલ સર્વિસ પર્સનલ એન્ડ મેડિકલ સર્વિસ ઈન્સ્ટિટ્યૂશનને(Mizoram Protection of Medical Service Personnel and Medical Service Institutions) લાગૂ કરવાની પણ માંગણી કરી. આ અગાઉ એસોસિએશન તરફથી સરકાર સામે રજૂઆત થઈ ચૂકી છે. 

આ સમાચાર પણ વાંચો : અસલ શિવસેના કોની- શિંદે જૂથના દાવા પર સુપ્રીમની ચૂંટણી પંચને મહત્વપૂર્ણ સૂચના- હવે આટલા જજોની સંવિધાન પીઠ કરશે સુનાવણી

બીજી બાજુ સીએમના પુત્ર રામથનસિયામાએ ઘટના બાદ તરત પોતાની બહેન તરફથી એક જાહેર માફી બહાર પાડી. જેમાં કહેવાયું છે કે તેમની બહેનને માથા પર ઈજા થયા બાદથી તણાવ હતો અને તે આ કારણસર સૂઈ શકતી નહતી. તેને એક નિશાનનો ડર હતો. તે ડોક્ટરની ક્લિનિકમાં(doctor's clinic) તણાવના કારણે પોતાના વારાની રાહ જાેઈ શકી નહીં. આ ઉપરાંત પુત્રીની આ હરકત પર મિઝોરમના મુખ્યમંત્રી જાેરમથાંગાએ જનતા અને ડોક્ટર જાેનુના તથા તેમના પરિવારની માફી માંગવા માટે એક લેખિત માફીનામુ પણ બહાર પાડ્યું છે.

Shinde Sena: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: ઠાકરે બંધુઓ નજીક આવતા જ શિંદેસેનાનો ‘ભાવ’ વધ્યો, BJP સમક્ષ મૂકી આ મોટી શરત
Mamata Banerjee: INDIA ગઠબંધનમાં મોટી તિરાડ: બંગાળમાં મમતા બેનર્જી એકલા પડ્યા, ‘SIR’ મુદ્દે મોટો રાજકીય ધમાસાણ.
Debt waiver announcement: ખેડૂતોને મોટી ભેટ: રાજ્ય સરકાર દ્વારા આ તારીખ સુધી દેવા માફીની જાહેરાત, બચ્ચુ કડુએ આપી ખુશખબરી
Shinde Group: શિંદે જૂથનો મુંબઈમાં ‘ગુપ્ત માસ્ટરપ્લાન’ શરૂ! હજારો નિયુક્તિઓ, ઠાકરેને આપશે મોટો આંચકો?
Exit mobile version