News Continuous Bureau | Mumbai
MLA Disqualification case : મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્વવ ઠાકરે જુથ ( Uddhav Thackeray Group ) અને શિવસેના એકનાથ શિંદે જુથ વચ્ચેની લડાઈ પર નિર્ણયની ઘડી આવી ગઈ છે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર ( Rahul Narvekar ) 10 જાન્યુઆરીએ મુખ્યમંત્રી એકનાથ શિંદે ( Eknath Shinde ) અને અન્ય કેટલાક ધારાસભ્યો ( MLA ) સામે દાખલ કરવામાં આવેલી ગેરલાયકાતની અરજીઓ પર પોતાનો નિર્ણય સંભળાવશે. એકનાથ શિંદેના નેતૃત્વમાં ધારાસભ્યોના બળવાને કારણે જૂન 2022માં શિવસેનાનું વિભાજન થયું હતું. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપવા માટે 31 ડિસેમ્બર, 2023ની અંતિમ તારીખ નક્કી કરી હતી, પરંતુ તેના થોડા દિવસો પહેલા, 15 ડિસેમ્બરે, સર્વોચ્ચ અદાલતે ( Supreme Court ) 10 દિવસનો સમયગાળો વધાર્યો હતો અને ચુકાદો આપવા માટે 10 જાન્યુઆરીની નવી તારીખ નક્કી કરી હતી.
નોંધનીય છે કે, જૂન 2022 માં, એકનાથ શિંદે ( Eknath Shinde Group ) અને અન્ય ઘણા ધારાસભ્યોએ તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. બળવાને કારણે શિવસેનામાં ( Shiv Sena ) વિભાજન થયું અને મહા વિકાસ આઘાડી સરકાર પડી ગઈ હતી. મહા વિકાસ આઘાડીમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
10 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યા પછી નિર્ણય અપેક્ષિત છે: સુત્રો..
એકનાથ શિંદે અને ઠાકરે જૂથોએ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ એકબીજા સામે પગલાં લેવા અરજીઓ દાખલ કરી હતી. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ,, ’10 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યા પછી નિર્ણય અપેક્ષિત છે. વિધાનસભા અધ્યક્ષનું કાર્યાલય નિર્ણયને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે.
“ચુકાદાનો મહત્વનો ભાગ 10 જાન્યુઆરીના દિવસે જ સંભળાવવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે બંને જૂથોને પછીથી વિગતવાર આદેશ આપવામાં આવશે,” વિધાનસભા સૂત્રોએ જણાવ્યું હતું. બંને જૂથોના અધિકારીઓએ કહ્યું છે કે વિધાનસભા અધ્યક્ષના જે કાંઈ પ્રતિકૂળ નિર્ણય હશે, તે કિસ્સામાં તેઓ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan on lakshadweep maldives controversy: અમિતાભ બચ્ચને પણ આપી લક્ષદ્વીપ પર પોતાની પ્રતિક્રિયા,વીરેન્દ્ર સહેવાગ ની પોસ્ટ શેર કરી કહી આવી વાત
જૂન 2022 માં બળવા પછી, શિંદે ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા હતા. ગયા વર્ષે જુલાઈમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજિત પવાર જૂથ ભાજપ સાથે સરકારમાં જોડાયા હતા. ચૂંટણી પંચે શિંદેની આગેવાની હેઠળના જૂથને ‘શિવસેના’ અને ‘તીર ધનુષ’ ચૂંટણી પ્રતીક તરીકે આપવામાં આવ્યું હતું, જ્યારે ઠાકરેના નેતૃત્વવાળા જૂથને શિવસેના (UBT) અને ‘સળગતી મશાલ’ ચૂંટણી પ્રતીક તરીકેે આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, નાગપુર સત્ર દરમિયાન બંને પક્ષોના ધારાસભ્યોની જુબાની નોંધવામાં આવી હતી. આ સંબંધમાં નિર્ણય બુધવારે જાહેર થવાનો હતો. પરંતુ તેના થોડા દિવસો પહેલા એટલે કે ગયા અઠવાડિયે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરની તબિયત બગડ્યા બાદ હવે નિર્ણય આગળ વધશે કે કેમ તેની ચર્ચા ચાલી રહી હતી. દરમિયાન, રવિવારે રાહુલ નાર્વેકર મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળવા સીધા તેમના ઘરે પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી શિંદે સાથે ચર્ચા પણ કરી હતી. જેથી આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે આ બેઠકમાં ધારાસભ્યને ગેરલાયક ઠેરવવા પર ચર્ચા થઈ હતી. સ્વાભાવિક રીતે, બુધવારના પરિણામોએ માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે.