ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
શિવસેનાના કોંકણના સિંધુદુર્ગ ના પદાધિકારી સંતોષ પરબ પર હુમલાના કેસમાં સુપ્રીમ કોર્ટે ધારાસભ્ય નિતેશ રાણેની જામીન અરજી ફગાવી દીધા બાદ આજે તે કોર્ટમાં હાજર થયો હતો. સુપ્રીમ કોર્ટે 10 દિવસમાં શરણાગતિ નો આદેશ આપ્યો હતો. તે મુજબ આજે નિતેશ રાણેએ નિયમિત જામીન માટે સિંધુદુર્ગ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં હાજર રહીને શરણાગતિ સ્વીકારી હતી. એ સાથે જ તેમણે જામીન માટે ફરી અરજી કરી છે.
કોંકણના કણકવલી શહેરના નારદવે ફાટા ખાતે શિવસૈનિક સંતોષ પરબ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ષડયંત્ર અને સંડોવણીની શંકાના આધારે કણકાવલી પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો. કેસ નોંધાયા બાદ નિતેશ રાણેએ ધરપકડ પૂર્વે જામીન માટે જિલ્લા કોર્ટમાં અરજી કરી હતી. જિલ્લા અદાલતે અરજી ફગાવી દેતાં મુંબઈ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. મુંબઈ હાઈકોર્ટે અરજી ફગાવી દીધા બાદ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી હતી. ગુરુવારે સુનાવણી દરમિયાન કોર્ટે અરજી ફગાવી દીધી હતી. તેને દસ દિવસમાં આત્મસમર્પણ કરીને જિલ્લા કોર્ટમાં જામીન માટે અરજી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના આ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને પગલે સફેદ કાંદાના પાકને થયું નુકસાન; જાણો વિગત
આથી ધારાસભ્ય નિતેશ રાણેએ આજે બપોરે 12 વાગ્યાની આસપાસ જિલ્લા કોર્ટમાં અરજી કરી છે. તેમની સાથે પૂર્વ સાંસદ નિલેશ રાણે અને મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા. તો નિતેશ રાણેની જામીન અરજી પર ક્યારે સુનાવણી થશે? આજે થાય તો મને જામીન મળશે? તે રાજકીય સ્તરે ચર્ચાનો વિષય રહ્યો હતો.