ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 જૂન 2021
બુધવાર
મહારાષ્ટ્રના અમરાવતી શહેરનાં સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર ગંભીર આરોપ કર્યા છે. એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં રવિ રાણાએ ઉદ્ધવ ઠાકરેએ વિદેશમાં કાળા પૈસા છુપાવ્યા હોવાનો આરોપ કર્યો હતો. હૉટેલ તથા ઘરના સ્વરૂપમાં વિદેશમાં ઉદ્ધવ ઠાકરેએ સંપત્તિ ભેગી કરી છે. તેમની પાસે ઉદ્ધવ ઠાકરેની કાળી સંપત્તિ વિરુદ્ધ પૂરતા પુરાવા છે. આ પુરાવા તેઓ ED અને CBIને આપશે એવી ચીમકી પણ તેમણે આપી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે અમરાવતીનાં સાંસદ નવનીત રાણાને જાતિના બનાવટી પ્રમાણપત્રને લઈને સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી રાહત આપી છે. જાતિના પ્રમાણપત્ર પ્રકરણમાં હાઈ કોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. નવનીત રાણા સામે લોકસભાની ચૂંટણી દરમિયાન એફિડેવિટમાં જાતિનું પ્રમાણપત્ર ખોટું આપ્યું હોવાની ફરિયાદ શિવસેનાના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સાંસદ આનંદરાવ અડસૂલે કરી હતી.