Site icon

મહારાષ્ટ્રમાં રાજકીય નેતાઓ સાથે એકસીડન્ટની ઘટના વધી, ધનંજય મુંડે બાદ હવે આ ધારાસભ્યને નડ્યો અકસ્માત.. ટ્રકે મારી ટક્કર…

મહારાષ્ટ્ર રાજ્યના નેતાઓના વાહનો સાથે અકસ્માતોનો સિલસિલો યથાવત છે. હવે શિંદે જૂથના વરિષ્ઠ નેતા રામદાસ કદમના પુત્ર અને દાપોલી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય યોગેશ કદમની કારને અકસ્માત નડ્યો છે. ધારાસભ્ય યોગેશ કદમની કારનો રાયગઢ વિસ્તારના ચોલાઈ ખાતે ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યે અકસ્માત નડ્યો હતો

MLA Yogesh Kadam car met with an accident at Kashedi Ghat.

મહારાષ્ટ્રમાં રાજકીય નેતાઓ સાથે એકસીડન્ટની ઘટના વધી, ધનંજય મુંડે બાદ હવે આ ધારાસભ્યને નડ્યો અકસ્માત.. ટ્રકે મારી ટક્કર…

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર રાજ્યના નેતાઓના વાહનો સાથે અકસ્માતોનો સિલસિલો યથાવત છે. હવે શિંદે જૂથના વરિષ્ઠ નેતા રામદાસ કદમના પુત્ર અને દાપોલી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય યોગેશ કદમની કારને અકસ્માત નડ્યો છે. ધારાસભ્ય યોગેશ કદમની કારનો રાયગઢ વિસ્તારના ચોલાઈ ખાતે ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યે અકસ્માત નડ્યો હતો

Join Our WhatsApp Community

સદનસીબે આ દુર્ઘટનામાં ધારાસભ્ય યોગેશ કદમને કોઈ ઇજા પહોંચી નથી. જો કે તેમના ડ્રાઈવરને સામાન્ય ઈજા થઈ છે અને તેને સારવાર માટે ચોલાઈની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય યોગેશ કદમ ગામથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે કશેડી ઘાટના પોલાદપુર પાસે ચોલાઈમાં પાછળથી આવતા ટેન્કરે તેમને ટક્કર મારી હતી. એટલે ધારાસભ્ય કદમની કારને પાછળના ભાગે નુકસાન થયું છે. આ ઘટના બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો છે. હાલ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ચિંતા વધી! મુંબઈ એરપોર્ટ પર એક બે નહીં પણ આટલા મુસાફરો કોરોના પોઝિટિવ જણાયા, બે દર્દીઓ તો BQ.1.1થી સંક્રમિત..

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નેતાઓના માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ધારાસભ્ય વિનાયક મેટેનું પુણે-મુંબઈ હાઈવે પર અકસ્માતમાં મોત થયું હતું. ત્યારે ગયા અઠવાડિયે માણ-ખટાવના ધારાસભ્ય જયકુમાર ગોરનો પણ ભયંકર અકસ્માત થયો હતો. બે દિવસ પહેલા ધારાસભ્ય ધનંજય મુંડેની કારને પણ અકસ્માત થયો હતો.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version