News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) લાઉડ સ્પીકર વિવાદ(Loudspeaker Row) વધુ વકરતો જોવા મળી રહ્યું છે.
મનસે(MNS) પ્રમુખ રાજ ઠાકરેએ(Raj thackeray) સરકારને આજે વધુ એક ચેતવણી આપી છે અને કહ્યુ છે કે, 3 મેના રોજ અમે આખા રાજ્યમાં મહાઆરતી(Maha aarti) કરીશું.
આ માટે પોલીસ(police) પાસે અત્યારથી પરવાનગી માંગવામાં આવશે.
રાજ ઠાકરેએ પોતાના હોદ્દેદારોની બેઠકને સંબોધન કર્યું હતું અને બેઠકની શરૂઆત જય શ્રી રામના(jay shree ram) નારા સાથે થઈ હતી. સાથે સાથે ઔરંગાબાદમાં(Aurangabad) થનારી જાહેર સભાની તૈયારીઓ પર પણ ચર્ચા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, મસ્જિદો(masjid) પર વાગતા લાઉડ સ્પીકરનો મુદ્દો રાજ ઠાકરેએ ઉઠાવ્યો છે અને કહ્યુ છે કે, જો 3 મે સુધીમાં લાઉડ સ્પીકરો નહી હટે તો અમે પણ હનુમાનચાલીસા(hanuman chalisa) શરૂ કરીશું.
આ સમાચાર પણ વાંચો : આ એક્સપ્રેસ વે બનાવવા માટે બલી ચડશે 11000 વૃક્ષો, સુપ્રીમ કોર્ટે પ્રોજેકટને આપી લીલી ઝંડી