News Continuous Bureau | Mumbai
ગુજરાતી અને મારવાડી સમાજને(Gujarati and Marwari society) કારણે મુંબઈ(mumbai) દેશનું આર્થિક પાટનગર(Financial capital) બન્યું હોવાનો મહારાષ્ટ્રના રાજ્યપાલ(Maharashtra Governor) ભગત સિંહ કોશ્યારીના(Bhagat Singh Koshyari) નિવેદનની રાજ્યમાં કોંગ્રેસ(Congress) બાદ હવે MNSએ પણ ટીકા કરી છે. MNSના નેતાઓ(MNS Leader) ભડકી ગયા છે અને ‘જે વિશે કંઈ ભાન પડતી ના હોય તે વિશે બોલવાનું બંધ કરો’ એવી ટીકા પણ નેતાઓએ કરી હોવાનું કહેવાય છે.
"मराठी माणसाला डिवचू नका!" pic.twitter.com/0to6ByNyPk
— Raj Thackeray (@RajThackeray) July 30, 2022
રાજ્યપાલે મહારાષ્ટ્રનું અપમાન કર્યું હોવાનું કહીને વિપક્ષ(Opposition Party) આક્રમક બન્યો છે ત્યારે હવે MNSએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. MNS નેતા ગજાનન કાળેએ(Gajanan Kale) ટ્વીટ કરીને રાજ્યપાલના નિવેદનની નિંદા કરી હતી. પહેલા સાવિત્રી માઈનું(Savitri Mai) અપમાન થતું હોય અને હવે મહારાષ્ટ્રનું અપમાન થતું હોય તો પદનું કોઈ માન નથી. ગજાનન કાળેએ કહ્યું છે કે રાજ્યપાલે પોતાને જે વિષયની જાણ ન હોય તેમાં પોતાનું મોઢું મારવું નહીં.
આ સમાચાર પણ વાંચો : મંત્રી મંડળ બનતા પહેલાં જ શિંદે સરકારને વાંકુ પડ્યું- ગર્વનરની વિરુદ્ધમાં કેન્દ્રને પત્ર લખવામાં આવશે
मागे सावित्रीमाई बद्दल आता मराठी,महाराष्ट्राबद्दल बेताल वक्तव्य.
हे पार्सल उत्तराखंडला परत पाठवण्याची वेळ आली आहे.
हे खपवून घेतलं जाणार नाही.
मराठी,महाराष्ट्राची सभ्यता,संस्कृतीचा अवमान होत असेल तर राज्यपाल या पदाचा मान,मरातब गेला चुलीत.
ज्या विषयात कळत नाही तिथे चोमडेपणा करू नका— Gajanan Kale (@GajananKaleMNS) July 30, 2022
અગાઉ સાવિત્રીમાઈ વિશે અને હવે મરાઠી(Marathi) અને મહારાષ્ટ્ર વિશે વાહિયાત નિવેદનો કર્યા છે. આ પાર્સલને ઉત્તરાખંડ(Uttarakhand) પરત મોકલવાનો સમય આવી ગયો છે. આ સહન કરવામાં આવશે નહીં. જો મરાઠી, મહારાષ્ટ્રની સભ્યતા(Maharashtra Culture) અને સંસ્કૃતિનું અપમાન થશે તો રાજ્યપાલના પદનું સન્માન અને ગરિમા નાશ પામશે એવી ટીકા પણ ગજાનન કાલેએ કરી છે.
આ વિષય પર MNS પ્રવક્તા સંદીપ દેશપાંડેએ(Sandeep Deshpande) કહ્યું કે જે લોકો આર્થિક પ્રગતિને પ્રગતિ માને છે તેઓ બૌદ્ધિક રીતે નાદાર છે. મરાઠી લોકોના બલિદાનથી મુંબઈ અને મહારાષ્ટ્ર બન્યા છે. મરાઠી લોકોએ બીજાને ફાયદો કરાવ્યો છે. રાજ્યમાં અગાઉની સરકાર દ્વારા બનાવવામાં આવેલી નીતિઓને કારણે મુંબઈ, મહારાષ્ટ્રમાં ઉદ્યોગો આવ્યા, તેથી મહારાષ્ટ્ર અન્ય રાજ્યો કરતાં વધુ આગળ વધ્યું છે. મહારાષ્ટ્ર ક્યારેય અપમાન સહન નહીં કરે. તેમને જે ન સમજાય તે વિશે તેણે ખોટી જગ્યાએ વાત ન કરવી જોઈએ અને જે ન જોઈતી હોય તેમાં પોતાનું નાક ઠોકવું જોઈએ નહીં.
