News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) રાજકીય ધમાસણ(Political turmoil) ચાલી રહ્યું છે ત્યારે અનેક દિવસોથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) શાંત બેઠું હતું, તેમના તરફથી એકલદોકલ જગ્યાએ પોસ્ટબાજીને(Poster war) બાદ કરતા કોઈ પ્રતિક્રિયા આવી નહોતી. હવે જોકે MNS પ્રમુખ રાજ ઠાકરેને(Raj Thackeray) હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે. તેથી બહુ જલદી MNSની ભૂમિકા પણ સ્પષ્ટ થશે.
રાજ ઠાકરેને 20 જૂને સવારે લીલાવતી હોસ્પિટલમાં(Lilavati Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પર સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી છે. ત્યારબાદ તેમને હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી. આ અંગે ખુદ રાજ ઠાકરેએ ટ્વીટ(Tweet) કરીને માહિતી આપી છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ યથાવત – ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે બોલાવી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક- આ મુદ્દાઓ પર કરશે ચર્ચા
— Raj Thackeray (@RajThackeray) June 25, 2022
અયોધ્યાની મુલાકાત(Ayodhya Visit) પાંચ જૂને આરોગ્યનું કારણ આગળ કરીને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજ ઠાકરેના પગની સર્જરી સફળ રહી છે અને તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી છે. તેણે પોતાના ટ્વીટમાં આવી માહિતી આપી છે. રાજ ઠાકરેને ટેનિસ(Tennis) રમતી વખતે પગમાં ઈજા થઈ હતી અને ડોક્ટરોએ તેમને હિપ બોન સર્જરી(Hip Bone Surgery) કરાવવાની સલાહ આપી હતી.
રાજ ઠાકરે તેને લગતી ટ્વીટ કરી હતી, જેમાં તેમણે લખ્યું છે કે તમારા આશીર્વાદ અને પ્રાર્થનાથી(Prayers) મારી સર્જરી સરળતાથી થઈ ગઈ. હું થોડા સમય પહેલા દવાખાનામાંથી નીકળીને ઘરે પહોંચ્યો! તમારા આશીર્વાદ અને પ્રેમ કાયમ તમારી સાથે રહે.