306
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે પોતાની કડક મરાઠી વાદી ભૂમિકા માટે જાણીતા છે. જોકે હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા તેઓ પણ ગુજરાતીઓ બાબતે સાવચેત થયા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે જે હેઠળ તેઓ ઇચ્છે છે કે ગુજરાતીઓ પાર્ટીના સભ્ય બને. આશ્ચર્યજનક વાત એ છે કે આ માટે તેમણે ગુજરાતી ભાષામાં બેનર અને પોસ્ટરો લગાડવા માંડ્યા છે.
જે તે સમયે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ગુજરાતી માં રહેલા બોર્ડ અને બેનરો તોડ્યા હતા. હવે આ બાબતે તેમણે પોતાનું વલણ બદલ્યું છે.
You Might Be Interested In