ચૂંટણી આવતાં રાજ ઠાકરેએ રંગ બદલ્યો, હવે ગુજરાતીમાં બેનર અને પોસ્ટરો લગાવ્યા. ભૂતકાળમાં તોડ્યા હતા. જુઓ ફોટોગ્રાફ અને વીડિયો…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

16 માર્ચ 2021

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે પોતાની કડક મરાઠી વાદી ભૂમિકા માટે જાણીતા છે. જોકે હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા તેઓ પણ ગુજરાતીઓ બાબતે સાવચેત થયા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે જે હેઠળ તેઓ ઇચ્છે છે કે ગુજરાતીઓ પાર્ટીના સભ્ય બને. આશ્ચર્યજનક વાત એ છે કે આ માટે તેમણે ગુજરાતી ભાષામાં બેનર અને પોસ્ટરો લગાડવા માંડ્યા છે. 

 

જે તે સમયે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ગુજરાતી માં રહેલા બોર્ડ અને બેનરો તોડ્યા હતા. હવે આ બાબતે તેમણે પોતાનું વલણ બદલ્યું છે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More