News Continuous Bureau | Mumbai
મસ્જિદમાં(Masjid) સવાર-સાંજ વાગતા લાઉડસ્પીકર(Loudspeacker) વિવાદ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે.
હવે નાસિક મનસેના(MNS) જિલ્લા અધ્યક્ષ અંકુશ પવારે(Ankush Pawar) ગૃહમંત્રી અમિત શાહને(Home Minister) પત્ર લખી માંગ કરી છે કે, કેન્દ્ર સરકારે(Central Govt) મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે સુપ્રીમ કોર્ટના(Supreme court) આદેશનું પાલન કરવા માટે પગલા ઉઠાવવા જોઈએ.
સાથે જ મહારાષ્ટ્ર સરકારને(Maharashtra Govt) પણ મસ્જિદોમાં લાઉડસ્પિકર હટાવવા અને રાજ્યમાં શાંતિ વ્યવસ્થા બનાવી રાખવા માટે સહયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે મનસે પ્રમુખ રાજ ઠાકરે(Raj Thackeray) મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી છે કે તે 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પિકર હટાવી દે.
આવું નહીં કરવા પર મનસે કાર્યકર્તાઓ મસ્જિદની બહાર સ્પિકર લગાવશે અને હનુમાન ચાલીસા વગાડશે.