ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑક્ટોબર, 2021
મંગળવાર
ઓક્ટોબર મહિનામાં જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે.
આ દરમિયાન વહીવટીતંત્રે સાવચેતી રૂપે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.
કાશ્મીરના જે વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમાં શ્રીનગરના ઈદગાહ, કમરવારી, શૌરા, એમઆર ગુંગ, નોહટ્ટા, અંચાર વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, કુલગામના વાનપોહ, કિમોહ અને ઉત્તર પુલવામામાં પણ મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. ઘાટીના કુલ 11 વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ મહિને કાશ્મીરમાં ઘણા નાગરિકોની હત્યા કરવામાં આવી છે.
