72 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસાને પગલે હરિયાણા સરકારે એક મોટું પગલું ભર્યું છે.
મનોહર લાલ ખટ્ટર સરકારે રાજ્યના ત્રણ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
હરિયાણાના ત્રણ જિલ્લા, સોનીપત, ઝજ્જર અને પલવલમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
આ પ્રતિબંધ બુધવારના સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહેશે.
