Site icon

લો બોલો..! પૂનામાં ચોરો હરતું ફરતું ‘શૌચાલય’ જ ચોરી ગયાં..  બિચારી સરકાર પણ શું કરે આમાં!!!?? 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

11 ડિસેમ્બર 2020 

આજ સુધી ધરફોડી, દુકાન લૂંટવી, દાગીના ચોરવા જેવા કિસ્સા જોયા છે. પરંતુ કોઈએ હરતું ફરતું શૌચાલય જ ચોર્યું હોય એવું સાંભળ્યું છે!!  પૂનામાં 3 થી 4 ડિસેમ્બર દરમિયાન કોઈક અજાણ્યા શખ્સોએ નિગડીના સ્પાઇન રોડ પરથી,  પિમ્પરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશન (પીસીએમસી) ની મોબાઇલ ટોયલેટ ટ્રોલીની ચોરી કરી લીધી છે. 

નિગડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રકાશ લોખંડેએ જણાવ્યું હતું કે, પીસીએમસીના આરોગ્ય વિભાગે નિગડી ઓટા યોજનામાં રહેતા લોકોના લાભાર્થે લગભગ બે વર્ષ પહેલા સ્પાઇન રોડ પર મોબાઇલ શૌચાલય ટ્રોલી ઉભી કરી હતી. "ટ્રોલીમાં 10 ટોઇલેટ કેબિન હતા અને દરેક ટ્રોલીની કિંમત આશરે રૂ .95,000 હતી." ઉલ્લેખનીય છે કે આજ ટ્રોલીના, લોકોએ, અગાઉ કેબિનનાં દરવાજા અને ટ્રોલી ઉપર ચઢવા માટેના લોખંડના પગથીયા પણ ચોરી લીધાં હતાં.  

 

ફરિયાદી આધવે પોલીસને જણાવ્યું હતું કે 3 ડિસેમ્બરે બપોરના 15 કલાકની આસપાસ ટ્રોલી ઓપરેટરે તેની શિફ્ટ ડ્યુટી પૂરી કરી હતી. બીજા દિવસે સવારે 7 વાગ્યાની આસપાસ તે કામ પરત આવ્યો ત્યારે તેણે જોયું કે ટ્રોલી ગુમ થઈ ગઈ હતી. 

ટ્રોલીને સ્વચ્છ ભારત અભિયાનના ભાગ રૂપે પીસીએમસી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા મોબાઇલ ટ્રોલીની શોધખોળ પણ વ્યર્થ સાબિત થઇ રહી છે. હવે પોલીસ આ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. લોખંડેએ જણાવ્યું હતું કે અમે સ્ક્રેપ ડીલરોની પણ તપાસ કરીશું.

Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Exit mobile version