મોદી કેબિનેટમાં ચાર પ્રધાનોના રાજીનામા બાદ કેન્દ્રીય રાજ્ય પ્રધાન રાવસાહેબ દાનવે અને સંજય ધોત્રેએ પણ રાજીનામું આપી દીધું છે.
રાવસાહેબ દાનવે ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ જલનામાં ભોકરદાન તાલુકાના સાંસદ છે. જયારે સંજય ધોત્રે માનવશક્તિ વિકાસ મંત્રાલયમાં રાજ્ય પ્રધાન પદ ધરાવે છે અને અકોલાના સાંસદ છે.
જો કે, આ બંને સાંસદોએ નબળા પ્રદર્શનને કારણે રાજીનામું આપ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજીનામું આપેલા મંત્રીઓમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન નિશાંક, સદાનંદ ગૌડા, સંતોષ ગંગવાર અને દેબોશ્રી ચૌધરીનો સમાવેશ થાય છે.
જીએસટીની આવકમાં મોટું ગાબડું. કલેક્શન ૧ લાખ કરોડથી ઓછું થયું. જાણો કેટલો જીએસટી ભેગો થયો
