ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 સપ્ટેમ્બર 2020
દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી ઇડલી ખાનારા અને પીએમ મોદીના ચાહકો માટે સારા સમાચાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે તમિલનાડુના સાલેમમાં લોકોને 'મોદી ઇડલી' વેચવાની તૈયારી ચાલી રહી છે. કોરોના રોગચાળાના આ યુગમાં 'મોદી ઇડલી' એકદમ સસ્તી છે. લોકો માત્ર 10 રૂપિયામાં ચાર ઇડલીઓ ખાઇ શકશે. ‘મોદી ઇડલી’ નામનું વ્યંજન લાવવાની તૈયારી ભાજપના પ્રચાર માટે પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશ એ કરી છે. આ પ્રકારની ઓફર ભાજપના નેતા દ્વારા જ કરવામાં આવી છે. એટલું જ નહીં, મોદી ઇડલીના પ્રમોશન માટે શહેરભરમાં પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે.
આ પોસ્ટરોમાં ડાબી બાજુ પીએમ નરેન્દ્ર મોદી અને જમણી બાજુ મહેશની તસવીર છે. વળી, 10 રૂપિયામાં ચાર ઇડલીઓની વાત પણ વચ્ચે લખાઈ છે. સાથે જ લખાયું છે કે આ ઇડલીને મોર્ડન કિચનમાં તૈયાર કરવામાં આવી છે, જેનાથી તમને સારો સ્વાદ મળશે અને સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેશે. આમ મોદી ઇડલીના બહાને શહેરમાં ભાજપ અને પ્રધાનમંત્રી ખૂબ પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. હાલ શરૂઆતમાં ઇડલી વેચવા માટે 22 દુકાનો ખોલવાની યોજના છે. તેની સફળતાના આધારે આઉટલેટ્સની સંખ્યામાં વધુ વધારો કરવામાં આવશે. દરરોજ 40,000 ઇડલી બનાવવામાં આવશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com