Site icon

હવે બજારમાં મળશે ‘મોદી ઇડલી’, ફક્ત 10 રૂપિયામાં મળશે 4 ઈડલી… જાણો વિગતે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

02 સપ્ટેમ્બર 2020

દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી ઇડલી ખાનારા અને પીએમ મોદીના ચાહકો માટે સારા સમાચાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે તમિલનાડુના સાલેમમાં લોકોને 'મોદી ઇડલી' વેચવાની તૈયારી ચાલી રહી છે. કોરોના રોગચાળાના આ યુગમાં 'મોદી ઇડલી' એકદમ સસ્તી છે. લોકો માત્ર 10 રૂપિયામાં ચાર ઇડલીઓ ખાઇ શકશે. ‘મોદી ઇડલી’ નામનું વ્યંજન લાવવાની તૈયારી ભાજપના પ્રચાર માટે પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશ એ કરી છે.  આ પ્રકારની ઓફર ભાજપના નેતા દ્વારા જ કરવામાં આવી છે. એટલું જ નહીં, મોદી ઇડલીના પ્રમોશન માટે શહેરભરમાં પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. 

આ પોસ્ટરોમાં ડાબી બાજુ પીએમ નરેન્દ્ર મોદી અને જમણી બાજુ મહેશની તસવીર છે. વળી, 10 રૂપિયામાં ચાર ઇડલીઓની વાત પણ વચ્ચે લખાઈ છે. સાથે જ લખાયું છે કે આ ઇડલીને મોર્ડન કિચનમાં તૈયાર કરવામાં આવી છે, જેનાથી તમને સારો સ્વાદ મળશે અને સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેશે. આમ મોદી ઇડલીના બહાને શહેરમાં ભાજપ અને પ્રધાનમંત્રી ખૂબ પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે. હાલ શરૂઆતમાં ઇડલી વેચવા માટે 22 દુકાનો ખોલવાની યોજના છે. તેની સફળતાના આધારે આઉટલેટ્સની સંખ્યામાં વધુ વધારો કરવામાં આવશે. દરરોજ 40,000 ઇડલી બનાવવામાં આવશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Indian Railways: મંત્રીમંડળે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 894 કિલોમીટરનો વધારો થશે
Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ; નવા કીર્તિમાન રચતા નિરંતર પ્રગતિ પર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો થઇ જાહેર, જાણો કયા જિલ્લામાં ક્યારે થશે મતદાન, સંપૂર્ણ વિગતો
Mumbai Mayor: મનસે કે ઠાકરે સેના; મુંબઈમાં કોણ બનશે મેયર? સંજય રાઉતે જણાવી વ્યૂહરચના
Exit mobile version