News Continuous Bureau | Mumbai
દેશમાં ચોમાસા(monsoon)ના આગમનની આતુરતા પૂર્વક રાહ જોવામાં આવે છે કારણ કે તેની ભારત(India)માં કૃષિ અને અર્થવ્યવસ્થા(economy) પર ઊંડી અસર પાડે છે. હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત સામાન્ય તારીખ પહેલા થવાની સંભાવના છે. કેરળ(Kerala)માં ચોમાસું ચાર દિવસની મોડલ એરર સાથે ૨૭ મેના રોજ આવવાની શક્યતા છે.
ચોમાસું પ્રથમ દક્ષિણ આંદામાન સમુદ્રમાં દસ્તક આપશે અને ચોમાસાના પવનો પછી બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. એવું માનવામાં આવે છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ૨૨ મેની આસપાસ આંદામાન સમુદ્રમાં આવી શકે છે. IMD એ જણાવ્યું કે ભૂમધ્ય પવનો તીવ્ર થવાની સાથે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો વરસાદ દક્ષિણ આંદામાન સમુદ્ર, નિકોબાર ટાપુઓ અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના ભાગોમાં ૧૫ મેની આસપાસ થવાની સંભાવના છે.
આ સમાચાર પણ વાંચો :આમ જનતાને મોંઘવારીનો વધુ એક ડોઝ.. ટીવી-રેફ્રિજરેટર ખરીદવા માટે તમારે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે, આ છે કારણ..
જોકે, આઈએમડીએ જણાવ્યું છે કે ગત વર્ષના આંકડાઓથી ખબર પડે છે કે અંડમાન સાગરમાં વરસાદ આવવાની તારીખનું કેરળના મોનસૂનની શરૂઆત સાથે કોઈ લેવા દેવા નથી.ભારતમાં ખેતીપ્રધાન દેશ છે. અહીં મોટાભાગના ખેડૂતો ખેતી પર નિર્ભર છે, જેના કારણે તેમના માટે વરસાદ ખૂબ જ અગત્યનું પાસું બની જાય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક ખુશખબરી આપવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આ વર્ષે જલ્દી દસ્તક આપે તેવા એંધાણ આપ્યા છે અને લોકોને ગરમીથી રાહત મળશે. IMD એ જાહેરાત કરી હતી કે બહુપ્રતીક્ષિત દક્ષિણ- પશ્ચિમ ચોમાસું કેરળમાં ૨૭ મેના રોજ દસ્તક આપી શકે છે.ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે કેરળમાં ૧ જૂનની આસપાસ દસ્તક આપે છે.