News Continuous Bureau | Mumbai
ભારતના દક્ષિણી રાજ્ય(Southern State) કેરળમાં(Kerala) રવિવારના ચોમાસાનું(monsoon) આગમન થઈ ગયું છે.
હવામાન વિભાગ(Meteorological Department) અનુસાર, કેરળમાં સામાન્ય સમય કરતાં 3 દિવસ પહેલા ચોમાસાએ દસ્તક આપી છે.
હવામાન વિભાગ દ્વારા અહીં આવતા પાંચ દિવસ સુધી ભારે વરસાદ તથા આંધી ફુંકાવાની આગાહી(Forecast) કરી છે.
હવે આગામી દિવસોમાં કેરળના બાકીના ભાગોની સાથે સાથે કોસ્ટલ કર્ણાટક(Coastal Karnataka) અને મહારાષ્ટ્રમાં(Maharashtra) પણ ચોમાસાની સિસ્ટમ આગળ વધશે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે અગાઉ અનુમાન લગાવ્યું હતું કે બંગાળની ખાડીમાં(Bay of Bengal) ચક્રવાતી તોફાન(Cyclonic storm) 'આસાની'ની(Asani) અસરને કારણે આ વખતે ચોમાસું સમય પહેલા કેરળ પહોંચી જશે.
આ સમાચાર પણ વાંચો : શક્તિ પ્રદર્શન કરવું ભારે પડ્યું, રાણા દંપતી સામે વધુ એક ગુનો નોંધાયો.. જાણો વિગતે