News Continuous Bureau | Mumbai
સપ્ટેમ્બર મહિનો પૂરો થવાની તૈયારીમાં છે, છતાં મહારાષ્ટ્રમાં(Maharashtra) વરસાદનું સત્ર(Rain session)સતત ચાલુ છે. ત્યારે હવામાન વિભાગે(Meteorological department) ચોમાસાને(Monsoon) લઈને મહત્વની માહિતી આપી છે. મહારાષ્ટ્રમાંથી 5 થી 10 ઓક્ટોબર વચ્ચે ચોમાસું પાછું ખેંચાવાની માહિતી હવામાન વિભાગે આપી છે. તો મુંબઈમાં 8 ઓક્ટોબરની આસપાસ ચોમાસું વિદાય લેશે.
બંગાળના ઉપસાગરમાં(Bay of Bengal) સર્જાયેલા લો પ્રેશરને(Low pressure) કારણે હાલ દેશના અનેક રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રને પણ તેની ઓછી અસર વર્તાઈ રહી છે. આ દરમિયાન, 26 સપ્ટેમ્બર (સોમવાર) થી, હવામાન વિભાગે પણ મહારાષ્ટ્રમાં સર્વત્ર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જોકે હવે ચોમાસાની વિદાયનો આ વરસાદ પડવાનો છે..
રાજ્યમાં જૂન મહિનામાં વરસાદે મોડી એન્ટ્રી કરી હતી. બાદમાં જોકે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં વરસાદ પડ્યો હતો. ઉપરાંત સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યમાં સારો વરસાદ થયો હતો. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. કેટલીક જગ્યાએ અતિ વૃષ્ટ થઈ છે, જેના કારણે ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે. ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, ખેડૂતોનો ઉભો પાક બરબાદ થયો છે. આ વરસાદને કારણે ડેમોના જળ સંગ્રહમાં પણ મોટો વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો : મોદી-શાહની અનેક વખત મુલાકાત લેનારા NCPના આ દિગ્ગજ નેતા શું ઘરવાપસી કરશે- જાણો શું છે તેમનો પ્લાન
હવામાન વિભાગે માહિતી આપી છે કે રાજ્યના 24 જિલ્લામાં સરેરાશ કરતાં 60 ટકા વધુ વરસાદ થયો છે. પહેલી જૂનથી રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ સંતોષકારક રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. દરમિયાન રાજ્યમાં સારા વરસાદને કારણે નદીઓ અને ડેમોના જળસ્તરમાં વધારો થયો છે. મહારાષ્ટ્રના નાના, મધ્યમ અને મોટા ડેમ મળીને 85 ટકાથી વધુ પાણીનો સંગ્રહ કરે છે. આ વર્ષે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આ વરસાદને કારણે કેટલીક જગ્યાએ અસર પણ થઈ છે. રાજ્યના નાના, મધ્યમ અને મોટા ડેમોમાં અત્યાર સુધીમાં 85 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ જ સમયગાળામાં વોટર પ્રોજેકટનો જળસંગ્રહ 67 ટકા હતો. તે મુજબ ચાલુ વર્ષે જળસંગ્રહમાં જંગી વધારો થયો છે.
 
			         
			         
                                                        