News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશ ચોમાસાની રાહ જોઈ રહ્યો છે પરંતુ હવે તેના માટે વધુ થોડા દિવસની રાહ જોવી પડશે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ જાણકારી આપી છે કે મહારાષ્ટ્રમાં 12 જૂને ચોમાસુ (Monsoon 2022) દસ્તક આપી શકે છે.
અરબી સમુદ્ર નજીક ચોમાસાની ગતિ નબળી પડી છે, જેના કારણે દેશના વિવિધ ભાગોમાં ચોમાસું 6 દિવસ મોડું ચાલી રહ્યું છે.
ચોમાસામાં વિલંબને કારણે આ વખતે વરસાદમાં 38%નો ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે કેરળમાં ચોમાસું પહોંચે તે પહેલા હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ વખતે ચોમાસું સારું રહેશે અને ગત વર્ષ કરતાં વધુ વરસાદ પડશે.
આ સમાચાર પણ વાંચો : મોટી રાહત- યુપીની પાંચ વર્ષની છોકરીનો મંકિપોક્સનો ટેસ્ટ આવ્યો નેગેટિવ- હવે તેના સેમ્પલો આ ઈન્સ્ટીટ્યૂટમાં મોકલાયા
