ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 જુલાઈ 2020
અયોધ્યા ખાતે નિર્માણ થનાર શ્રીરામ મંદિર માટે જાણીતા કથાકાર પૂ.મોરારીબાપુ દ્વારા પાંચ કરોડના અનુદાનની જાહેરાત કરવામાં આવી છે. પીઠોરીયા હનુમાન મંદિર ખાતે ચાલી રહેલી પૂ. બાપુની રામકથામાં તુલસી જયંતીના પાવન દિવસે પૂ. બાપુએ એક મહત્વની જાહેરાત કરી હતી. અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રીરામ મંદિરનાં 5.61 કરોડ સુધીની રકમ માત્ર ત્રણ દિવસ માં જમા થઇ છે. આમાં અમેરિકા અને લંડનથી પણ ફાળો આવશે એટલે કહી શકાય કે આ રકમ, બાપુએ નિર્ધારિત કરેલી રકમ કરતા બહુ મોટી થવાની સંભાવના છે.
અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે એક રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીની રકમ દાનમાં જમા થઈ છે. આ સંદર્ભે મોરારીબાપુએ કહ્યું હતું કે "આમ તો કેટલાક લોકો એ જ મળીને રૂપિયા પાંચ કરોડનું દાન આપી દીધું હોત. પરંતુ, સામાન્ય માનવીને પણ રામ મંદિરમાં પોતે 'ફુલ નહિ તો ફુલની પાંખડી' આપ્યાનો સંતોષ થાય. આથી બધા પાસે દાનની રકમ ઉઘરાવવા માં આવી છે. બાપુએ રામમંદિર માટે દાન આપવાની કરેલી અપીલની જબરી અસર થઈ છે. ત્રણ દિવસમાં લગભગ 3 હજાર લોકોએ પોતાનો ફાળો નોંધાવ્યો છે અને હજુ આગામી 1 ઓગસ્ટ સુધી ફાળો લેવાનું કામ ચાલુ રહેનાર છે. નોંધનીય છે કે રામ મંદિરનું ભૂમિપૂજન આગામી તા.5 ઓગસ્ટના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com