News Continuous Bureau | Mumbai
Morbi: મોરબી શહેર અને તાલુકાની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ( Machchu 2 Dam ) 70 ટકા ભરાઈ જવા પામ્યો છે જેને પગલે મોરબી અને માળિયા તાલુકાના ૩૨ ગામોને એલર્ટ ( Alert ) આપવામાં આવ્યું છે.
મોરબી જીલ્લામાં મેઘ મહેર ( Rainfall ) જોવા મળી રહી છે જેથી મોરબી જીલ્લાના જળાશયોમાં ( reservoirs ) નવા નીરની આવક થવા પામી છે જેથી ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં નવા નીરની આવકને પગલે ડેમ 70 ટકા ભરાઈ ગયો છે અને હજુ પાણીની આવક ( Water revenue ) ચાલુ છે ત્યારે ડેમ અધિકારી દ્વારા હેઠવાસમાં આવતા ૩૨ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે
જેમાં મોરબી અને માળિયા તાલુકાના અમરેલી, ભડિયાદ, ધરમપુર, ગોર ખીજડીયા, ગુંગણ, જોધપુર, જુના સાદુળકા, લીલાપર, માનસર, મોરબી, નારણકા, નવા સાદુળકા, રવાપર નદી, રવાપર, ટીંબડી, વનાળીયા, વજેપર, બહાદુરગઢ, દેરાળા, ફાટસર, હરીપર, જુના નાગડાવાસ, મહેન્દ્રગઢ, માળિયા મી., મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વીરવિદરકા, ફતેપર અને અમરનગર ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે
સમાચાર પણ વાંચો : Bureau of Indian Standards: બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ માટે 6467 સ્ટાન્ડર્ડ ક્લબની સ્થાપના કરી
મોરબી શહેર અને તાલુકાની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ 70 ટકા ભરાઈ જવા પામ્યો છે જેને પગલે મોરબી અને માળિયા તાલુકાના ૩૨ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે .