Gujarat Tourism : દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ, આ 16 પ્રવાસન સ્થળોની 61 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત..

Gujarat Tourism : દેશ વિદેશના સહેલાણીઓએ દિવાળીમાં ગુજરાતના પ્રવાસન સ્થળોનો માણ્યો આનંદ. 16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો પર પંદર દિવસમાં 61 લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યાં. 13 લાખથી વધુ ભાવિકોએ દ્વારકાના દર્શન કર્યા ,હેરિટેજ શહેર અમદાવાદમાં કાંકરિયા હોટ ફેવરિટ

by Hiral Meria
More than 61 lakh tourists visited these 16 tourist destinations in Gujarat tourism

News Continuous Bureau | Mumbai

Gujarat Tourism : દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન તા. 26 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2024 સુધી વીસ દિવસના સમયગાળામાં, રાજ્યના 16 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 61 લાખ 70 હજાર 716 લોકોએ મુલાકાત લીધી હતી. 

આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો ( Gujarat Tourist Places ) અને યાત્રાધામ જેમ કે સ્ટેચ્યુ ઑફ યુનિટી-આકર્ષણો, અટલ બ્રિજ, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, પાવાગઢ મંદિર, અંબાજી મંદિર, ગિરનાર રોપવે, સાયન્સ સિટી, વડનગર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, નડાબેટ, મોઢેરા સૂર્ય મંદિર, સ્મૃતિવન, ગીર અને દેવળીયા તેમજ દાંડી સ્મારક ખાતે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. અમદાવાદમાં સાડા પાંચ લાખથી વધુ પ્રવાસીઓએ કાંકરિયા પરિસરમાં વિવિધ આકર્ષણોની ( Gujarat Tourism Sector ) મોજ માણી હતી. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને મંદિરોમાં ( Tourist Spots ) સૌથી વધુ દ્વારકામાં 13 લાખથી વધુ લોકો દર્શનાર્થે આવ્યા હતાં.

Gujarat Tourism : ક્રમાંક પ્રવાસન સ્થળ  પ્રવાસીઓની સંખ્યા 

  • 1 સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આકર્ષણો 4,90,151
  • 2 અટલ બ્રિજ 1,77,060
  • 3 રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક 16,292
  • 4 કાંકરિયા તળાવ 5,95,178
  • 5 પાવગઢ મંદિર અને રોપવે સુવિધા 8,92,126
  • 6 અંબાજી મંદિર, શક્તિપીઠ પરિક્રમા,ગબ્બર રોપવે અને અન્ય 12,08,273
  • 7 ગીરનાર રોપવે 1,05,092
  • 8 સાયન્સ સિટી (મ્યુઝિકલ ફાઉન્ટેન સહિત) 1,02,438
  • 9 વડનગર આકર્ષણો 74,189
  • 10 સોમનાથ મંદિર 8,66,720
  • 11 દ્વારકા મંદિર 13,43,390
  • 12 નડાબેટ 64,745
  • 13 મોઢેરા સૂર્ય મંદિર 45,375
  • 14 સ્મૃતિવન સ્મારક, ભુજ 45,527
  • 15 ગીર જંગલ સફારી + દેવળીયા જીપ અને બસ સફારી 1,13,681
  • 16 દાંડી સ્મારક 30,479

કુલ પ્રવાસીઓની સંખ્યા 61,70,716

આ સમાચાર પણ વાંચો : PM Modi Parliament Winter Session: PM મોદીએ સંસદના શિયાળુ સત્રની શરૂઆતમાં કર્યું સંબોધન, જાણો ભાષણમાં શું કહ્યું?

Gujarat Tourism : કચ્છમાં રણોત્સવ ( Kutch Rann Utsav ) શરૂ, 2023-24માં 7.42 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી

દેશ વિદેશના પ્રવાસીઓના ફેવરિટ ગણાતા રણોત્સવની શરૂઆત થઇ ગઇ છે. રણોત્સવની મુલાકાત દરમ્યાન પ્રવાસીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ યોજવામાં આવે છે. રણોત્સવ 2024-25માં એડ્વેન્ચર ઝોન (20 અલગ-અલગ એડ્વેન્ચર પ્રવૃત્તિઓ જેવી કે પેરા મોટરિંગ, એ.ટી.વી  રાઈડ વગેરે), ચિલ્ડ્રન એક્ટિવિટી વિથ ફન/નોલેજ પાર્ક (10 અલગ-અલગ પ્રવૃત્તિઓ જેમ કે, ન્યુટ્રિશનની સમજ આપતી ગેમ અને એક્ટિવિટી, વી. આર ગેમ ઝોન વગેરે)નું આયોજન કરવામાં આવ્યું છે.

Gujarat Tourism :G-20 બેઠકોના આયોજનથી રાજ્યના પ્રવાસન આકર્ષણો દુનિયાભરમાં પહોંચ્યા

ભારતની યજમાનીમાં આયોજિત થયેલી G-20 બેઠકોનો એક દોર ગુજરાતમાં પણ રહ્યો હતો. રાજ્ય સરકારે ( Gujarat Government ) , કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ  G-20  બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, G-20 દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો. G-20 પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :    IND vs AUS 1st Test : ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું, તૂટ્યો 136 વર્ષ જૂનો રેકોર્ડ.. આ બે ખેલાડી બન્યા હીરો..

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More