Site icon

DSIR Gujarat Jabil : DSIRમાં આ યુનિટ શરૂ કરવા ગુજરાત સરકાર તથા વૈશ્વિક અગ્રણી જેબિલ વચ્ચે થયા MOU, ૫૦૦૦થી વધુ રોજગારીની તકો થશે ઉભી.

DSIR Gujarat Jabil: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના ટેક લેન્ડસ્કેપમાં વધુ એક સીમાચિન્હ. ગુજરાતના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ તથા વૈશ્વિક અગ્રણી જેબિલ વચ્ચે MOU સંપન્ન થયા. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન DSIRમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ EMS યુનિટ શરૂ કરવાની નેમ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેઈક ઇન ઇન્ડિયા પહેલને આ MOUથી વેગ મળશે. ૨૦૨૭ સુધીમાં યુનિટ શરૂ થવાનું અનુમાન - અંદાજે ૫૦૦૦થી વધુ રોજગારીની તકો ઉભી થશે

MOU was signed between Science and Technology Department of Gujarat and global leader Jabil

MOU was signed between Science and Technology Department of Gujarat and global leader Jabil

News Continuous Bureau | Mumbai

DSIR Gujarat Jabil:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ટેક ઇકો સિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઉમેરતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જેબિલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર MOU કર્યો છે. 

Join Our WhatsApp Community

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત ટેકનોલોજી અને ઉદ્યોગોમાં નોંધપાત્ર પરિવર્તનનું વાહક બન્યું છે અને ડિજિટલ ઇનોવેશન માટે વૈશ્વિક હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. આ સંદર્ભમાં ભારત સેમિકન્ડક્ટર મિશન, ઇન્ડિયા એઆઈ મિશન, નેશનલ ક્વોન્ટમ મિશન જેવી અગ્રણી પહેલો સાથે AI, IOT અને 5 G ટેકનોલોજી સાથે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા સજ્જ થયા છે. 

વડાપ્રધાનના દિશાદર્શન અને મુખ્યમંત્રીના ( Bhupendra Patel ) નેતૃત્વમાં ગુજરાત આ પરિવર્તન યાત્રામાં અગ્રેસર છે તેને વધુ વેગવંતી બનાવવામાં આ MOU એક વધુ સફળ કદમ બનશે. 

ગુજરાત સરકારના ( Gujarat Government ) સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ અને એન્જીનિયરીંગ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઈન સોલ્યુશન્સ માં વર્લ્ડ લીડર જેબિલ  વચ્ચે થયેલા આ MOU અનુસાર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન DSIRમાં ૧,૦૦૦ કરોડ રૂપિયાના સંભવિત રોકાણોની નેમ જેબિલ  ધરાવે છે. 

આ નવા યુનિટ સાથે જેબિલ અને ગુજરાત સરકાર સાથે મળીને નેટવર્કિંગ, કેપિટલ ગુડસ, ઓટોમોટિવ અને અન્ય વિષયમાં પણ ધ્યાન કેન્દ્રિત કરશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં થયેલા આ MOU અન્વયે જેબિલ  આગામી ૨૦૨૭ સુધીમાં પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવા અને અંદાજે ૫૦૦૦થી વધુ રોજગાર અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધ છે. 

આના પરિણામે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કેપેસિટીને વેગ મળતા નવું સ્કીલ ડેવલપમેન્ટ વિસ્તૃત બનશે.

આ MOU પર જબીલ વતી બી એન શુક્લા, (ઓપરેશન ડાયરેક્ટર) અને મનીષ ગુરવાણી, મિશન ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Renewable Energy Sand Art: ભારત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં 200 GW ને વટાવી ગયું, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ સિદ્ધિના સન્માનમાં શેર કર્યું સેન્ડ આર્ટવર્ક.. જુઓ તસવીર.

સાયન્સ એન્ડ ટેકનોલોજી ( Gujarat Science and Technology Department ) વિભાગના અગ્ર સચિવશ્રી મોના ખંધાર અને શ્રી ફ્રેડરિક મેકકોય, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, ગ્લોબલ  વચ્ચે આ MOUનું આદાનપ્રદાન થયું હતું. 

રાજ્યમાં GSEM નોડલ અમલીકરણ એજન્સી તરીકે ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં રોકાણની સુવિધા માટે સહયોગ આપે છે.

“આ MOU ઉચ્ચ-કુશળ નોકરીની તકો અને વિશ્વ-કક્ષાના ઉત્પાદનોનું ઉત્પાદન કરીને રાજ્યની ટેકનોલોજી ઇકોસિસ્ટમને મજબૂત કરશે.  ધોલેરા SIR સરકાર દ્વારા હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગને ટેકો આપવા માટે ઉદ્યોગ-તૈયાર પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્યક્ષમ લોજિસ્ટિકલ ફ્રેમવર્ક સાથે વિકસાવવામાં આવી છે.  તે વડાપ્રધાનશ્રીની મેક ઇન ઈન્ડિયા પહેલને વેગ આપશે. 

વિશ્વની ટોચની બ્રાન્ડ્સ માટે વિશ્વસનીય ભાગીદાર જેબિલ  વ્યાપક એન્જિનિયરિંગ, ઉત્પાદન અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ ઓફર કરે છે. સમગ્ર ઉદ્યોગોમાં 50 વર્ષથી વધુના અનુભવ અને વિશ્વભરમાં 100 થી વધુ સાઇટ્સના વિશાળ નેટવર્ક સાથે, સ્કેલેબલ અને કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ બંનેને પહોંચાડવા માટે સ્થાનિક કુશળતા સાથે તે વૈશ્વિક પહોંચને પણ જોડે છે.

ગુજરાતમાં માઈક્રોન, ટાટા ઈલેક્ટ્રોનિક્સ, સીજી પાવર અને ક્રેઈન્સ જેવા ટેક્નોલોજી લીડર્સ દ્વારા સેમિકન્ડક્ટર કામગીરી સ્થાપિત કરવામાં આવી છે .

 ટાટા ગ્રૂપની કંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ ( TEPL ) ધોલેરા ખાતે ભારતની પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ બનાવી રહી છે.  ભારતમાં જેબિલ નું આયોજિત વિસ્તરણ ટેક્નોલોજી કંપનીઓ માટે ધોલેરામાં હવે અસાધારણ તકોના વિકાસને વેગ આપવા સાથોસાથ એક મજબૂત અને સિનર્જિસ્ટિક ઇકોસિસ્ટમને પ્રોત્સાહન પૂરૂ પાડશે.

આ સમાચાર પણ વાંચો :  Hana Rawhiti Haka Dance Video: ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીએ ગૃહમાં કર્યો ‘માઓરી હકા ડાન્સ’, ફાડી નાખી બિલની કોપી; જુઓ વિડીયો..

આ MOU સાઈનીંગ અવસરે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના અગ્રસચિવ સુશ્રી મોના ખંધાર તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને જેબિલ ના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.   

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version