News Continuous Bureau | Mumbai
MP Assembly: મધ્યપ્રદેશમાં ( Madhya Pradesh ) વિધાનસભામાં મોજુદ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની ( Jawaharlal Nehru) તસવીરને ખસેડી દેવામાં આવી છે તેમજ તેના સ્થાને બાબાસાહેબ આંબેડકર ( Babasaheb Ambedkar ) ની તસ્વીર લગાવવામાં આવી છે. આ તસવીર ( Photo ) ખસેડવાને કારણે કોંગ્રેસ ( Congress ) પાર્ટીના ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો છે તેમજ જવાહરલાલ નહેરુની તસવીરને ફરી એક વખત તેના સ્થાન પર મુકવાની માંગણી કરી છે.
મધ્ય પ્રદેશમાં જવાહરલાલ નહેરુની તસવીરને શા માટે ખસેડવામાં આવી?
મધ્યપ્રદેશમાં જવાહરલાલ નહેરુની તસવીર સ્પીકરના ( Speaker ) ડાબા હાથ તરફ દીવાલ પર લગાડવામાં આવી હતી. આ તસવીરને સ્પીકરના આદેશથી ખસેડવામાં આવી છે તેમજ તેના સ્થાને બાબાસાહેબ આંબેડકર ની તસ્વીર મૂકવામાં આવી છે. આ તસવીર શા માટે ખસેડવામાં આવી છે તે બદલ સ્પીકરે અથવા મોજુદા સરકારે કોઈ જાતનું સ્પષ્ટીકરણ આપ્યું નથી.
આ સમાચાર પણ વાંચો : Dawood Ibrahim: દાઉદ ઈબ્રાહીમ મળ્યો પણ નથી અને તેને ઝેર પણ નથી આપવામાં આવ્યું, ચોંકાવનારો ખુલાસો