ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
24 નવેમ્બર 2020
મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં પોલીસે લેબ્રાડોર જાતિના કૂતરાની માલિકીના વિવાદમાં કૂતરાનું ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, જ્યારે બે લોકોએ કૂતરા પર દાવો કર્યો અને કૂતરાએ પણ બંનેને ઓળખવાનો સંકેત આપ્યો, ત્યારે પોલીસ પણ અવઢવમાં પડી ગઈ. હવે પોલીસે આગામી તબક્કામાં કૂતરાના ડીએનએ પરીક્ષણ કરાવવાનો નિર્ણય લીધો છે.
હોશંગાબાદ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, અમે દાવો કરનાર એક માલિક પાસેના રકાગળો મુજબ પંચમઢીમાં કૂતરા અને તેમને જન્મ આપતા અન્ય કૂતરાના લોહીના નમૂના લીધા છે. આ સેમ્પલ ડીએનએ ટેસ્ટ માટે હવે હૈદરાબાદ મોકલવામાં આવ્યાં છે. અધિકારીએ જણાવ્યું કે કૂતરો બંને દાવેદારોને ઓળખતો હોય એવું વર્તન કરી રહ્યો છે. તેથી, કૂતરાનું ડીએનએ પરીક્ષણ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
