Site icon

કુતરાના માલિકને ઓળખવા માટે થશે DNA ટેસ્ટ.. દાવેદારોના લેવાયા નમૂના… જાણો વિગતે.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
24 નવેમ્બર 2020

મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં પોલીસે લેબ્રાડોર જાતિના કૂતરાની માલિકીના વિવાદમાં કૂતરાનું ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, જ્યારે બે લોકોએ કૂતરા પર દાવો કર્યો અને કૂતરાએ પણ બંનેને ઓળખવાનો સંકેત આપ્યો, ત્યારે પોલીસ પણ અવઢવમાં પડી ગઈ. હવે પોલીસે આગામી તબક્કામાં કૂતરાના ડીએનએ પરીક્ષણ કરાવવાનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

હોશંગાબાદ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, અમે દાવો કરનાર એક માલિક પાસેના રકાગળો મુજબ પંચમઢીમાં કૂતરા અને તેમને જન્મ આપતા અન્ય કૂતરાના લોહીના નમૂના લીધા છે. આ સેમ્પલ ડીએનએ ટેસ્ટ માટે હવે હૈદરાબાદ મોકલવામાં આવ્યાં છે.  અધિકારીએ જણાવ્યું કે કૂતરો બંને દાવેદારોને ઓળખતો હોય એવું વર્તન કરી રહ્યો છે. તેથી, કૂતરાનું ડીએનએ પરીક્ષણ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Gujarat UCC Bill Passed: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ! લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈન માટે આવ્યા નવા નિયમો
Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Exit mobile version