News Continuous Bureau | Mumbai
MP Elections 2023: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો ( Election results ) જાહેર થયા બાદ નેતાઓની વિચિત્ર હરકતો સામે આવી રહી છે. ભંડ્રે વિધાનસભા બેઠક ( Bhander assembly seat ) પરથી ચૂંટણી જીતેલા કોંગ્રેસના ( Congress ) નેતા ફૂલ સિંહ બરૈયાએ ( Phool Singh Baraiya ) દાવો કર્યો હતો કે જો ચૂંટણીમાં ભાજપને ( BJP ) 50 બેઠકો પણ મળશે તો તેઓ મોઢું કાળું કરશે. હવે જ્યારે પરિણામો જાહેર થઈ ગયા છે, ત્યારે પોતાનું વચન પૂરું કરવા બરૈયા મોઢું કાળું કરવા રાજભવન ( Raj Bhavan ) સામે ભોપાલ ( Bhopal ) પહોંચ્યા. તે આવું કરે તે પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ ( Digvijay Singh ) ત્યાં પહોંચી ગયા અને તેમને મોઢું કાળું કરતા રોક્યા. જોકે આ મામલો અહીં પૂરો નહોતો થયો.
જુઓ વિડીયો
#WATCH मध्य प्रदेश: कांग्रेस विधायक फूल सिंह बरैया ने कांग्रेस नेता दिग्विजय सिंह की मौजूदगी में भोपाल में राजभवन के बाहर ईवीएम वाले पोस्टरों पर काली स्याही पोत दी। pic.twitter.com/oGpyWeGFRs
— ANI_HindiNews (@AHindinews) December 7, 2023
પોતાના વચનથી પાછા ફર્યા
દિગ્વિજય સિંહના અનુરોધ પર ફૂલ સિંહ બરૈયાએ પોતાનું મોઢું કાળું નથી કર્યું. પરંતુ ઈવીએમને કાળું કર્યું છે. વાસ્તવમાં પાર્ટી ફરી એકવાર એમપીમાં કોંગ્રેસની હાર માટે ઈવીએમને જવાબદાર ઠેરવી રહી છે. આવી સ્થિતિમાં બરૈયા પણ પોતાના વચનથી પાછા ફર્યા અને ઈવીએમ પર કાળી શાહી લગાવી. આજે, રાજભવનની સામે, તેઓ દિગ્વિજય સિંહ અને સમર્થકોની હાજરીમાં EVMની તસવીરને કાળા કરતા જોવા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Sharmistha Mukherjee Book: AM-PMમાં ફરક નથી સમજતા તો PMO કેવી રીતે ચલાવશે…? પુસ્તકમાં રાહુલ ગાંધીની પ્રણવ મુખર્જી સાથે થયેલી આ ઘટનાનો થયો ખુલાસો..
ભાજપને 50થી વધુ સીટો મળે તો રાજભવન સામે મોઢું કાળું કરવાની વાત
તમને જણાવી દઈએ કે, ફૂલ સિંહ બરૈયા ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કરતી વખતે ભાજપને 50થી વધુ સીટો મળે તો રાજભવન સામે મોઢું કાળું કરવાની વાત કરી હતી. ચૂંટણી પરિણામો 3 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ભાજપે બમ્પર જીત મેળવી હતી. આ પછી બરૈયાએ પોતાની વાતનો પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે તેઓ 7 ડિસેમ્બરના રાજભવન સામે જઈને મોઢું કાળું કરશે. આજે જ્યારે તે આમ કરવા ગયો ત્યારે દિગ્વિજય સિંહે તેમને રોક્યો, ત્યારબાદ તેમણે ઈવીએમના પોસ્ટર પર શાહી લગાવી.