ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
07 ડિસેમ્બર 2020
મધ્યપ્રદેશના ખેડૂત લખન યાદવ, 200 રૂપિયામાં ભાડે લીધેલી જમીનના નાના ટુકડાને કારણે રાતોરાત લાખોપતિ બની ગયા છે.
એક અહેવાલમાં જણાવાયું છે કે 45 વર્ષીય લખન યાદવ એક સીમાંત ખેડૂત હતો, પરંતુ તેની 10×10 ની જમીનમાં 60 લાખ રૂપિયાના હીરા મળ્યા બાદ હવે તે લાખો પતિ છે. કેમકે, ખેડુતને 200 રૂપિયામાં લીઝ પર લીધેલી જમીનમાંથી હીરા મળી આવ્યાં છે.
ગયા મહિને તેણે ભાડે લીધેલી જમીનમાંથી તેણે 'કાંકરી' સમજીને જે જમીન ખોદી કાઢી હતી, તે 14.98 કેરેટના હીરા નીકળ્યા હતાં. જેનો શનિવારે હરાજી રૂપિયા 60.6 લાખમાં કરવામાં આવી હતી,
યાદવે કહ્યું હતું કે તે આ ક્ષણને ક્યારેય ભૂલી નહીં શકે. તેની નસીબ રાતોરાત ચમકી ગયું છે. મળેલાં પૈસામાંથી તે તેના ચાર બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા અને કંઈક રોજગારને લાગતુ કરવાનું વિચારી રહ્યો છે. તેણે કહ્યું કે તે, મોટાભાગના નાણાં એક ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકવા જઇ રહ્યો છે.