News Continuous Bureau | Mumbai
સર સંઘચાલક મોહન ભાગવતને(Sir Sanghchalak Mohan Bhagwat) રાષ્ટ્રીય ધ્વજ(National flag) આપવાનો પ્રયાસ કરનારા કોંગ્રેસી કાર્યકર્તાઓની(Congress workers) મધ્ય પ્રદેશ પોલીસે(Madhya Pradesh Police) ધરપકડ કરી હતી.
દેશ આઝાદીનો અમૃત મહોત્સવ(Azadi Amrit Mohotsav) ઉજવી રહ્યો છે. એ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) નાગરિકોને પોતાના સોશિયલ મિડિયા (Social media) પર પ્રોફાઈલમાં રાષ્ટ્રધ્વજને રાખવાની અપીલ કરી છે. જોકે સર સંઘચાલક મોહન ભાગવતે પોતાના સોશિયલ મિડિયા પર પ્રોફાઈલમાં રાષ્ટ્રધ્વજ રાખ્યો ન હોવાનો કથિત આરોપ મધ્યપ્રદેશના કોંગ્રસના નેતાઓ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : શરદ પવારે શિવસેનાને ખરેખર ફસાવી નાખી-હવે જ્યારે ઉદ્ધવ ફસાયા છે ત્યારે પવાર ગાયબ છે
મધ્ય પ્રદેશમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા આવી પહોંચેલા મોહન ભાગવતે રાષ્ટ્રીય ધ્વજ આપવાનો કોંગ્રેસી નેતાઓએ પ્રયાસ કર્યો હતો. તેથી પોલીસે એ પહેલા જ તેમને રોકીને અટકાયતમાં લીધા હતા. આ દરમિયાન કોંગ્રેસી નેતાઓએ એવો પણ આરોપ કર્યો હતો કે નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં પણ રાષ્ટ્રીય ધ્વજને ફરકાવવામાં આવ્યો નથી.