News Continuous Bureau | Mumbai
MP Secretariat Fire: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ( Bhopal ) અત્યંત સુરક્ષિત ગણાતા રાજ્ય સચિવાલયના મુખ્યાલય વલ્લભ ભવનમાં આજે અચાનક આગ ફાટી ( Fire ) નીકળતાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતીમાં એવી માહિતી મળી છે કે છ માળની ઈમારતના બ્લોકના ત્રીજા માળે આગ લાગી હતી. આગની માહિતી મળતા જ ફાયર વિભાગના બંબાઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાની કામગીરી હાથ ધરી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. તેથી વધુ તપાસ ચાલુ છે.
વલ્લભ ભવન ( Vallabh Bhawan ) કેટલાય એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં વિશાળ બિલ્ડિંગના અનેક બ્લોક્સ છે. તેમાં મુખ્યમંત્રી કાર્યાલય, સચિવાલય, મુખ્ય સચિવ કાર્યાલય, મંત્રી કાર્યાલય અને તમામ વિભાગોના વડાઓની કચેરીઓ આવેલી છે. જો કે થોડા સમય પહેલા વલ્લભ ભવનની સામે આવેલી અન્ય એક વહીવટી ઈમારત “સતપુરા ભવન”માં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના કારણે મોટી માત્રામાં સરકારી દસ્તાવેજો, ફર્નિચર વગેરે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા.
VIDEO | Fire breaks out at state secretariat building in #Bhopal, Madhya Pradesh. Several fire tenders at the spot. More details are awaited.
(Full video available on PTI – https://t.co/n147TvqRQz) pic.twitter.com/EonjlewVm1
— Press Trust of India (@PTI_News) March 9, 2024
વલ્લભ ભવનની જૂની બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી છે. ..
તો આ ઘટના પર મધ્યપ્રદેશના ( Madhya Pradesh ) CM મોહન યાદવની પ્રતિક્રિયા હવે સામે આવી છે. સીએમ મોહન યાદવે ( Mohan Yadav ) નિવેદન આપતા કહ્યું હતું કે, ‘મારી જાણમાં આવ્યું છે કે વલ્લભ ભવનની જૂની બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી છે. કલેક્ટર પાસેથી મળેલી માહિતીના આધારે મેં સીએસને આ ઘટનામાં મોનિટરિંગ કરવા કહ્યું છે. સીએસને આ ઘટના અંગે વિગતવાર માહિતી એકઠી કરવા અને રિપોર્ટ સબમિટ કરવાના સૂચનો પણ આપવામાં આવ્યા છે. તેમજ હાલ પ્રાપ્ત માહિતી મુજબ ફાયર વિભાગે ભારે જહેમત બાદ, આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
#WATCH | Madhya Pradesh | A massive fire breaks out at Vallabh Bhavan State Secretariat in Bhopal. Firefighting operations are underway. Details awaited. pic.twitter.com/QBto0QSVIy
— ANI (@ANI) March 9, 2024
આ સમાચાર પણ વાંચો : Bengaluru Water Crisis: બેંગલુરુમાં સર્જાઈ પાણીની કટોકટી, રહેવાસીઓને રોજિંદા પ્રવૃત્તિ માટે મોલનો આશરો…
તેમજ મુખ્યમંત્રી મોહન યાદવે વધુમાં કહ્યું હતું કે, ફરી આવી ઘટના ન બને તે સુનિશ્ચિત કરવામાં આવશે. તેમજ સુરક્ષાના તમામ પગલાઓ હાથ ધરવામાં આવશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)