News Continuous Bureau | Mumbai
MP Srinivas Prasad: કર્ણાટક ( Karnataka ) ના ચામરાજનગરના બીજેપી ( BJP ) સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદનું રવિવારે મોડી રાત્રે 76 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા 4 દિવસથી ICUમાં દાખલ હતા. મીડિયા રિપોર્ટ મુજબ શ્રીનિવાસ બહુવિધ બિમારીઓથી પીડિત હતા અને તેમને 22 એપ્રિલે બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
MP Srinivas Prasad:ઓર્ગન ફેલ્યોર થવાને કારણે થયું વી શ્રીનિવાસ પ્રસાદનું નિધન
મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર મલ્ટી ઓર્ગન ફેલ્યોર ( Multi organ failure ) થવાને કારણે તેમનું નિધન ( MP Srinivas Prasad Dies ) થયું છે. અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને આજે મૈસુરમાં તેમના જયલક્ષ્મીપુરમ નિવાસસ્થાને લાવવામાં આવશે. મહત્વનું છે કે વી શ્રીનિવાસ ચામરાજનગરથી 7 વખત સાંસદ અને નંજનગુડથી 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે તાજેતરમાં ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.
MP Srinivas Prasad: સ્વતંત્ર ચૂંટણી લડીને રાજકીય સફર શરૂ કરી
રાજકીય સફર વિશે વાત કરીએ તો તેમણે 1976માં તત્કાલીન જનતા પાર્ટી સાથે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને 1979માં કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપમાં જોડાતા પહેલા તેઓ JD(S), JD(U) અને સમતા પાર્ટી સાથે પણ હતા. તેમણે 1999 થી 2004 સુધી અટલ બિહારી વાજપેયી સરકારમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી તરીકે સેવા આપી હતી. બાદમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા અને 2013માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને સિદ્ધારમૈયા સરકારમાં મહેસૂલ અને ધાર્મિક એન્ડોમેન્ટ્સ મંત્રી બન્યા. 2016 માં, પ્રસાદે કર્ણાટક વિધાનસભામાંથી રાજીનામું આપ્યું અને ફરીથી ભાજપમાં જોડાયા. તેમણે 2017માં ભાજપની ટિકિટ પર નંજનગુડ પેટાચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા. આ પછી, તેમણે સફળતાપૂર્વક 2019 માં ચામરાજનગરથી લોકસભા ચૂંટણી લડી અને જીતી.
આ સમાચાર પણ વાંચો : અક્ષય તૃતીયાથી લઈને લોકસભાના મતદાન સુધી… આવતા મહિને આટલા દિવસ બેંકો રહેશે બંધ.. જુઓ સંપુર્ણ યાદી..
MP Srinivas Prasad:વી શ્રીનિવાસ પ્રસાદે કુલ 14 ચૂંટણી લડી
બીજેપી સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદે કુલ 14 ચૂંટણી લડી હતી, જેમાંથી તેમણે આઠમાં જીત મેળવી હતી. તેઓ ચમરાજનગર મતદારક્ષેત્રમાંથી નવ લોકસભા ચૂંટણી લડ્યા હતા અને છ જીત્યા હતા. તેમણે 1999 થી 2004 સુધી લોક જનશક્તિ સાંસદ તરીકે એબી વાજપેયી કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને કર્ણાટકના મહેસૂલ મંત્રી તરીકે સેવા આપી હતી.
