મધ્ય પ્રદેશમાં ગરબામાં પથ્થરમારો કરનારાઓને પોલીસે ભણાવ્યો પાઠ- કરી આ કડક કાર્યવાહી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મધ્ય પ્રદેશના(Madhya Pradesh) મંદસૌર જિલ્લાના(Mandsaur district) સુરજની ગામમાં(Surjani Village) પ્રશાસને ત્રણ મુસ્લિમ યુવકોના(Muslim youth) ઘર પર બુલડોઝર(Bulldozer) ફેરવી દીધા હતા. જેની કિંમત લગભગ ૩ કરોડ ૫૦ લાખ રૂપિયા હતી. ખાસ વાત એ છે કે, જે લોકોના ઘરને તોડવામાં(house breaking) આવ્યા છે, તે હાલમાં જ ગામમાં એક ગરબા પંડાલ(Garba pandal) પર કથિત રીતે પથ્થરબાજી (stone pelting) કરવાના આરોપી છે. આ કેસમાં પોલીસે ૨૦ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જેમાંથી અમુકની ધરપકડ થઈ છે અને મોટાભાગના લોકો ફરાર હોવાનું કહેવાય છે. 

એક રિપોર્ટ અનુસાર, જે લોકોના ઘર પાડવામાં આવ્યા છે, તેમના નામ ઝફર, રઈસ, અને સલમાન છે. તેમાંથી સલમાન ખાન(Salman Khan) ઘટનાનો મુખ્ય આરોપી છે. પ્રશાસને દાવો કર્યો છે કે, આ લોકોએ ગેરકાયદેસર રીતે ગ્રામસભાની(Gram Sabha) જમીન પર ઘર બનાવ્યા હતા. જેના કારણે તેમના ઘર પાડી દેવામાં આવ્યા હતાં. અન્ય એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ગત રવિવારે ૨ ઓક્ટોબરની રાતે આ ઘટના થઈ હતી. જેમાં કથિત રીતે સલમાન ખાન નામના શખ્સે ગરબાના આયોજનકર્તા(Organizer of Garba) શિવલાલ પાટીદાર(Shivlal Patidar) અને સરપંચ મહેશ(Sarpanch Mahesh) પર જીવલેણ હુમલો કર્યો હતો. બાદમાં સલમાન અને તેમના સાથીઓને કથિત રીતે પંડાલમાં પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલીય મહિલાઓ ઘાયલ થઈ હતી. મહેશ પાટીદાર અને શિવલાલ હાલમાં હોસ્પિટલમાં ભરતી છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નડ્યો અકસ્માત- રખડતું ઢોર ટ્રેક પર આવતા આગળના ભાગે થયું નુકસાન- જુઓ વિડીયો

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment