ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મધ્ય પ્રદેશ
23 જુન 2020
મધ્ય પ્રદેશમાં ચા વેંચતા સામાન્ય વ્યક્તિની પુત્રી એરફોર્સ અધિકારી બની, એરફોર્સમાં જવા માટે તેને બે-બે સરકારી નોકરી પણ છોડી દીધી હતી.
સખત મહેનત કર્યા વિના સફળતા મેળવી અશકય છે. આ વાત મધ્ય પ્રદેશની એક જબંજ પુત્રી દ્વારા સાચી સાબિત થઈ છે. ચા વેચનારની પુત્રી આંચલ ગંગવાલને એરફોર્સમાં ફ્લાઈંગ ઓફિસરનું કમિશન મળ્યું છે. તેના પિતા હજી પણ નીમચમાં ચાની દુકાન ચલાવે છે..
20 જૂને હૈદરાબાદમાં સંયુક્ત ગ્રેજ્યુએશન પાસિંગ આઉટ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાના વડા બી.કે.એસ. ભદોરિયાની હાજરીમાં આંચલ ફ્લાઈંગ ઓફિસર તરીકે કાર્યભાર સંભાળ્યો. આંચલ ગંગવાલનું એરફોર્સ પ્રત્યે મોહ શરૂઆતથી જ હતો. આંચલે ઉત્તરાખંડ દુર્ઘટના દરમિયાન એરફોર્સનો ભાગ બનવાનું નક્કી કર્યું. અને તે વેળા પાકી સરકારી નોકરી છોડી એરફોર્સ મા જવાની તૈયારી આરંભી દીધી હતી. અને હવે તેની મક્કમતાથી તે એરફોર્સ મા ફ્લાયઈંગ ઓફિસર બની ને પરિવાર, રાજય અને દેશનું ગૌરવ વધાયું છે.
આખરે, પાસિંગ આઉટ પરેડમાં ના જય શકેલા તેના માતાપિતા એ એ ઓનલાઈન પાસિંગ સેરેમની જોઈ હતી જો કે તેના પિતા સુરેશે આ કાર્યક્રમમાં હાજર રહેવું હતું પરંતુ કોરોના ને કારણે નહોતા ગયાં….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com