ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર 2021
શુક્રવાર.
મહારાષ્ટ્રભરના એસટી કર્મચારીઓએ ચાલુ કરેલુ આંદોલન ઉગ્ર બની રહ્યું છે.
આ આંદોલનને ધ્યાનમાં રાખી એસ.ટી મહામંડળે કર્મચારીઓ પર જોરદાર કાર્યવાહી ચાલુ રાખી અત્યાર સુધીમાં કુલ 2035 કર્મચારીઓને સસ્પેન્ડ કરી નાંખ્યા છે.
ગુરૃવારના એક જ દિવસમાં 1135 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ આંદોલન છેલ્લા 5 દિવસથી ચાલુ છે છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની સેવામાં કર્મચારીઓને સમાવી લેવામાં આવે તેવી મુખ્ય માગણી સાથે એસટી કર્મચારીઓના સંગઠનોએ આંદોલન શરૂ કર્યું છે.