ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
એસ.ટી. મહામંડળને રાજ્ય સરકારમાં વિલિનીકરણ કરવાની માગણી પર અડગ રહેલા કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.
હડતાળમાં સહભાગી થયેલા કર્મચારીઓને સસ્પેન્ડ, સેવા સમાપ્તી (હકાલ પટ્ટી) તેમજ ટ્રાન્સફરની કાર્યવાહી કરવાની એક કલમી કાર્યક્રમ એસ.ટી. મહામંડળે શરૂ કર્યો છે.
બુધવાર સુધી એસ.ટી. મહામંડળે લગભગ ૧૦ હજાર ૩૦ કર્મચારી સસ્પેન્ડ કર્યા છે. જ્યારે દૈનિક વેતન પર કામ કરતા બે હજાર ૨૭ કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢયા છે.
ઉલ્લેખનીય છે કે ગત સવા મહિનાથી એસ.ટી. કર્મચારી વિલીનીકરણ કરવાની માગણી સાથે અચોક્કસ મુદત પર કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.
લો કરો વાત, એક તરફ અમેરીકાએ ચીન પર પગલાં લીધા ત્યારે એપલે ચીન સાથે ૨૭૫ અબજ ડોલરના કરાર કર્યા
