ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ,16 એપ્રિલ 2021.
શુક્રવાર.
મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેરે કાળો કેર વર્તાવ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોના દર્દીઓની સંખ્યામાં પણ ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે. જેના પગલે હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ અને ઓક્સિજનની અછત સર્જાવા લાગી છે. ઓક્સિજન ની અછત સર્જાતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી મહારાષ્ટ્ર સરકારની વહારે આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેની રિફાઇનરીમાં ઉત્પન્ન થયેલા ઓક્સિજનને તબીબી ઓક્સિજનમા ફેરવીને ટ્રક દ્વારા મહારાષ્ટ્રમાં પુરવઠો પૂરો પાડવાની તૈયારી કરી રહી છે. રિલાયન્સની જામનગર ખાતે ડબલ ઓઇલ રિફાઇનરીમાં નજીવા ફેરફાર કરીને ઔદ્યોગિક ઓક્સિજનને તબીબી વપરાશના ઓક્સિજન માં રૂપાંતર કરી દેવામાં આવ્યો છે. જે કરોના પીડિત દર્દીઓ ના વપરાશમાં આવી શકે.
રોજ રોજ નવા રેકોર્ડ… ભારતમાં એક દિવસમાં એટલા બધા કેસ નોંધાયા કે જુના બધા રેકોર્ડ તૂટી ગયા.
ઉલ્લેખનીય છે કે, જામનગર રિફાઇનરીઓ માથી એકંદરે 100 ટન જેટલો ઓક્સિજનનો પૂરવઠો વિના મૂલ્યે આપવામાં આવશે.
