Mukhtar Ansari: ગેંગસ્ટર કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો, બાહુબલી મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા, ફટકાર્યો આટલા લાખનો દંડ..

Mukhtar Ansari convicted in kidnapping, murder case, gets 10-year jail term

વધુ એક માફિયા ડોનના દિવસો પૂરા, આ ગેંગસ્ટરને ગાઝીપુરની કોર્ટે 10 વર્ષની આપી સજા, ફટકાર્યો પાંચ લાખનો દંડ..

 News Continuous Bureau | Mumbai

5 વખત વિધાનસભા ચૂંટણી જીતનાર મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. મુખ્તાર અંસારી ઉત્તર પ્રદેશનો મોટો ગેંગસ્ટર છે અને ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય હત્યા કેસનો મુખ્ય આરોપી છે. આ કેસમાં તેને આ સજા આપવામાં આવી છે. આ સાથે કોર્ટે પાંચ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. 

Join Our WhatsApp Community

આ ઉપરાંત   મુખ્તારના ભાઈ અને બસપાના સાંસદ અફઝલ અંસારીને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. અફઝલને ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ગેંગસ્ટર કેસ કરંડા પોલીસ સ્ટેશન અને મોહદાબાદ પોલીસ સ્ટેશનમાંથી દાખલ કરાયેલા ફોજદારી કેસમાંથી તૈયાર કરાયેલા ગેંગ ચાર્ટ પર આધારિત છે. મુખ્તાર અંસારી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટની સુનાવણીમાં જોડાયા હતા જ્યારે અફઝલ કોર્ટમાં હાજર થયો હતો.

યુપીના પ્રખ્યાત કૃષ્ણાનંદ રાય હત્યા કેસ અને બિઝનેસમેન નંદકિશોર રૂંગટાના અપહરણ બાદ મુખ્તાર અને અફઝલ વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અફઝલ અંસારી, તેના ભાઈ માફિયા ડોન મુખ્તાર અંસારી અને સાળા એજાઝુલ હક વિરુદ્ધ 2007માં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એજાઝુલ હકનું નિધન થયું છે. આ કેસની સુનાવણી 1 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. પહેલા આ મામલે નિર્ણય 15 એપ્રિલે આવવાનો હતો, પરંતુ બાદમાં તારીખ લંબાવીને 29 એપ્રિલ કરવામાં આવી હતી. આ કેસમાં ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં વર્ષ 2012માં સુનાવણી શરૂ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો: SIP પાવર: માત્ર 30 હજાર રૂપિયાના પગાર સાથે કરોડપતિ કેવી રીતે બનશો?

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version