યુપીમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ, મુખ્તાર અંસારીના મોટાભાઈ સિબગતુલ્લાહ આ પાર્ટીમાં જોડાયા; જાણો વિગતે  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

શનિવાર

ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા નેતાઓનો પક્ષપલટો ચાલી રહ્યો છે. 

આ જ ક્રમમાં અનુસંધાને મુખ્તાર અંસારીના મોટા ભાઈ સિબગતુલ્લાહ સમાજવાદી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. આ તરફ પૂર્વ મંત્રી અમ્બિકા ચૌધરીની પણ ઘરવાપસી થઈ છે. 

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે મુખ્તાર અંસારીના મોટા ભાઈ સિબગતુલ્લાહ અંસારીને તેમના સમર્થકો સાથે સપાની સદસ્યતા અપાવી હતી.

સિબગતુલ્લાહ અંસારી 2007માં સપા અને 2012માં કોમી એકતા દળથી ગાઝીપુરની મોહમ્મદાબાદ વિધાનસભાના ધારાસભ્ય રહી ચુક્યા છે. ત્યાર બાદ 2017માં બસપા વતી મેદાનમાં ઉતર્યા હતા પરંતુ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. મુખ્તાર અંસારી ઘણા લાંબા સમયથી બાંદા જેલમાં બંધ છે.

 અફઘાનિસ્તાનની અશાંતિથી મહારાષ્ટ્રના આ જિલ્લામાં થતી કિસમિસની માગણીમાં થયો રાતોરાત વધારો; જાણો વિગત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment