ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા જ અખિલેશ યાદવને મોટો ઝટકો મળ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ મુલાયમ સિંહ યાદવની નાની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાઈ ગયા છે.
અપર્ણાને દિલ્હી સ્થિત ભાજપના હેડક્વાર્ટરમાં યુપી ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ પાર્ટીની સદસ્યતા અપાવી છે.
ભાજપમાં સામેલ થયા બાદ અપર્ણા યાદવે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથના ભારોભાર વખાણ કર્યા છે.
તેમણે કહ્યું કે હું ભાજપની ખુબ આભારી છું. મારા માટે દેશ હંમેશા સૌથી પહેલા આવે છે.
ઉલ્લેખનીય છે કે અપર્ણા યાદવે વર્ષ 2017માં લખનૌની કેન્ટ સીટથી વિધાનસભા ચૂંટણી લડી હતી. પરંતુ તેમને ભાજપના ઉમેદવાર રીતા બહુગુણાએ હરાવ્યા હતા.
