ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 મે 2020
હવે મુંબઈમાં પણ શરાબ ઘરે બેઠા મંગાવી શકશો. મુંબઈમાં શરાબની દુકાનો પર જમા થતી ભીડને લઇ કોરોના વાયરસ માટે જારી કરાયેલા સોશિયલ ડિસ્ટનસિંગનું બિલકુલ પાલન થતું ન હતું. આ ઉપરાંત આસપાસના સ્થાનિક રહેવાસીઓએ પણ પોતાના વિસ્તારમાં વધતી ભીડને લઇ પ્રશાસનને ફરિયાદ કરી હતી. જે બાદ વિદેશી શરાબને હોમ ડિલિવરી કરવાની પરમિશન મુંબઈમાં આપવામાં આવી છે, જેમાં બીયર, વાઈન અને માઈલ્ડ શરાબનો જ સમાવેશ થાય છે. આ સાથે જ જણાવાયું છે કે લાઇસન્સ ધરાવતા વિક્રેતાઓ જ શરાબની હોમ ડિલિવરી કરી શકશે તે પણ ફક્ત અને ફક્ત પોતાના વિસ્તાર પુરતું જ.
ઉલ્લેખનીય છે કે પંજાબ અને છત્તીસગઢમાં પણ આ પહેલા શરાબની હોમ ડિલિવરી કરવાની મંજૂરી આપવામાં આવી છે..
