ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 02 ડિસેમ્બર 2021
ગુરુવાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ મુંબઈ શહેર ના પ્રવાસ પર છે. તેઓ અનેક ફિલ્મી હસ્તીઓ તેમજ રાજનૈતિક હસ્તીઓને મળી રહ્યા છે. આવે સમયે એક મોટું બ્લંડર થયું છે. મમતા બેનરજીએ એક કાર્યક્રમમાં ખુરશી પર બેસીને રાષ્ટ્રગીત ગાવાની શરૂઆત કરી. પહેલી પંક્તિ ગાયા પછી તેઓ ઊભા થઈ ગયા ત્યારબાદ રાષ્ટ્રગીત અડધું છોડી દઈ નારાબાજી કરવા માંડ્યા.
ભારતીય જનતા પાર્ટીએ આ સંદર્ભે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટીના નેતા એડવોકેટ વિવેકાનંદ ગુપ્તાએ પોલીસ કમિશનરને ફરિયાદ આપી છે.
મુંબઈ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં રાત દરમિયાન કેટલો વરસાદ પડ્યો? જાણો સંપૂર્ણ અહેવાલ અહીં.