મુંબઈના મલબાર હિલ ખાતે સેવન સ્ટાર એવા રાજ્ય સરકારના આલીશાન સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસના ફાઉન્ટન ઉપરનો મોટો સ્લેબ તૂટી પડ્યો હતો.
પ્રાપ્ત જાણકારી અનુસાર સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસના સેન્ટ્રલ હૉલના બહાર એક મોટું ઝુમ્મર સ્લેબ સાથે તૂટી પડ્યું.
આ બનાવ ત્યારે બન્યો જ્યારે સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસના હૉલ નંબર ચારમાં એક મિટિંગને આદિત્ય ઠાકરે સંબોધી રહ્યા હતા
જોકે સદનસીબે આ દુર્ઘટનામાંથી રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર તેમ જ રાજ્યના પર્યાવરણ પ્રોટોકોલ અને પર્યટનપ્રધાન આદિત્ય ઠાકરે બચી ગયા હતા.
આ ઘટના કયાં કારણોસર ઘટી એ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
યહૂદીના ઇઝરાયલમાં એક મુસલમાને કઈ રીતે સત્તા ખોરવી નાખી, તેની વાર્તા અહીં વાચો
