ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
30 જુલાઈ 2020
બીએમસી એ પોતે આપેલા અજીબો ગરીબ ફેસલાને જાતે જ 3 દિવસ બાદ ફેરવી તોળ્યો છે. કાંદીવલી, બોરીવલી અને દહિસર વિસ્તારમાં કોવિડ -19 કેસોમાં આવેલા ઉછાળાને પગલે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર ઇમારતને સીલ કરવા માટેનો પ્રોટોકોલ સુધારવામાં આવ્યો છે. “જો કોઈ બિલ્ડિંગમાં ત્રણ કે તેથી વધુ કોવિડ -19 કેસ નોંધાશે, તો પછી તે આખી બિલ્ડિંગને સંપૂર્ણ સીલ કરાશે અને "જો ત્રણથી ઓછા કેસ નોંધાશે, તો અધિકારીઓ બિલ્ડિંગના ચોક્કસ માળ- ફ્લોર ને જ સીલ કરશે.. પરંતું અન્ય રહેવાસીઓની હિલચાલ પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવશે નહીં, એમ આર સાઉથના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
નોંધનીય છે કે પાછલા અઠવાડિયે જારી કરાયેલા બીએમસીના નિર્ણય અંગે, સ્થાનિક નાગરિકો અને જે તે વૉર્ડ ના રાજકીય નેતાઓએ ફરિયાદો નોંધાવી હતી. ત્યાર બાદ આ પગલું લેવામાં આવ્યું છે..
અગાઉ "એક સંપૂર્ણ બિલ્ડિંગને સીલ કરવી તેમજ એક જ કોવિડ -19 નો કેસ નોંધાય તો પણ 14 દિવસ સુધી તેના તમામ રહેવાસીઓની હિલચાલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો."
ઉલ્લેખનીય છે કે એક કેસના લીધે આખા માળના કે આખી બિલ્ડીંગના લોકોને 14 દિવસ સંપૂર્ણ હોમ કવોરોન્ટીન કરે તો તેઓને કામ પર જવા અથવા કરિયાણાની ખરીદી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે. અનેક કચેરીઓ અને ધંધા ફરી શરૂ થયા છે. જો આખી ઇમારત સીલ કરી દેવામાં આવે તો કોઈ બહાર નીકળી શકે નહીં, જેના બદલામાં તેમના કામ / વ્યવસાયને અસર થાય.
નોંધપાત્ર વાત એ છે કે કાંદિવલીમાં 526 ઈમારતો ને સીલ કરી છે, બોરીવલીમાં 673 અને દહિસરમાં 213 મકાનો છે. આ સીલબંધ ઇમારતોમાં કુલ મળીને 2,600 થી વધુ કેસ નોંધાયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે સુધારેલી માર્ગદર્શિકા બુધવારથી આર દક્ષિણ (કાંદિવલી), આર સેન્ટ્રલ (બોરીવલી) અને આર ઉત્તર (દહિસર) વોર્ડમાં લાગુ કરવામાં આવશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com