Site icon

સીએમ શિંદેએ વિપક્ષને આપ્યો વધુ એક ઝટકો- એનસીપી સુપ્રીમો શરદ પવારના નિવાસ્થાન સિલ્વર ઓક હુમલા કેસમાં સસ્પેન્ડ કરાયેલા 118 એસટી કર્મચારીઓને લઈને લીધો આ મોટો નિર્ણય

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના એસટી કર્મચારી(ST Employee)ઓ મર્જર અને પગાર વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા. લગભગ છ મહિનાથી આ હડતાળ ચાલી રહી હતી. રાજ્યની પૂર્વ મહાવિકાસ આઘાડી સરકાર (MVA Govt) દ્વારા માંગણીઓ સ્વીકારવામાં ન આવતાં હડતાળ(strike) પર ઉતરેલા એસટી કર્મચારીઓએ મુંબઈ(Mumbai)માં એનસીપી પ્રમુખ શરદ પવારના (NCP Chief Sharad Pawar) સિલ્વર ઓક (Silver Oak) નિવાસસ્થાન પર એસટીના સેંકડો કર્મચારીઓએ આંદોલન કર્યું હતું. આંદોલનકર્તાએ જોરદાર ઘોષણાબાજી કરી ચપ્પલ ફેંકીને પથ્થરમારો કરતા પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઇ હતી. અચાનક બનેલી આ ઘટનાથી રાજકીય વર્તુળમાં સારી એવી અસર પડી હતી. આ ઘટના બાદ તત્કાલિન વાહનવ્યવહાર મંત્રી અનિલ પરબે(Anil Parab) 118 આંદોલનકારી એસટી કર્મચારીઓને છૂટા કરવાનો આદેશ આપ્યો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  કુર્લાની બહુમાળી બિલ્ડિંગમાં ફાટી નીકળી ભીષણ આગ- કેટલાય લોકો ફસાયા- દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા- જુઓ વિડીયો 

શિંદે-ફડણવીસ સરકારે(Shinde Fadnavis Govt) આ કામદારોને રાહત આપી છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે(CM Eknath Shinde) એ આ કર્મચારીઓને ફરીથી નોકરીમાં લેવાના આદેશ આપ્યા છે. જેથી આ તમામ 118 કર્મચારીઓ ફરી સેવામાં જોડાવા જઈ રહ્યા છે. આ નિર્ણય બાદ કર્મચારીઓએ એસટી હેડક્વાર્ટરમાં ઉજવણી કરી હતી. 

Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Exit mobile version